ટ્રમ્પ સરકારને અમેરિકામાં કોરોનાની સ્થિતિ સમજવામાં થઈ મોટી ભૂલ? મોતનો આંકડો 60000ને પાર પહોંચશે

News18 Gujarati
Updated: April 27, 2020, 6:28 PM IST
ટ્રમ્પ સરકારને અમેરિકામાં કોરોનાની સ્થિતિ સમજવામાં થઈ મોટી ભૂલ? મોતનો આંકડો 60000ને પાર પહોંચશે
કોરોના વાયરસનો આ ફેરફાર વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો છે કારણ કે વૈજ્ઞાનિકોને આ કારણે તેની વેક્સીન બનાવવામાં મદદ પણ મળશે. શોધ મુજબ ગત 4 મહિનામાં કોરોના વાયરસના 10 પ્રકાર મળી ચૂક્યા છે. માટે જ કોરોનાથી બચવા માટે ઘરમાં રહી પોતાને અને પોતાના પરિવારને સુરક્ષિત રાખવાનો પ્રયાસ કરો.

અમેરિકામાં વાયરસ સંક્રમણના મામલા વધીને 10 લાક નજીક પહોંચી ગયો છે. જ્યારે સંક્રમણના કારણે 55,519 લોકોના મોત થયા હતા.

  • Share this:
વોશિંગટનઃ અમેરિકામાં (America) કોરોના વાયરસ (Coronavirus)ના પગલે વ્હાઈટ હાઉસની આશંકાથી પણ વધારે મોત થઈ છે. વ્હાઈટ હાઉસે આશંકા વ્યક્ત કરી છે કે સારી સ્થિતિમાં આશરે 60,000 મોત થઈ શકે છે. અમેરિકામાં કોરોના વાયરસના પગલે મોત આ અંકડો પહોંચવા તૈયાર છે. જોકે, વ્હાઈટ હાઉસથી કોરોનાની સ્થિતિ સમજવામાં મોટી ભૂલ થઈ છે.

અમેરિકામાં વાયરસ સંક્રમણના મામલા વધીને 10 લાક નજીક પહોંચી ગયો છે. જ્યારે સંક્રમણના કારણે 55,519 લોકોના મોત થયા છે. રવિવાર સુધી કોરોના વાયરસના કુલ 9 લાખ 87 હજાર 590 પોઝિટિવ મામલા સામે આવ્યા છે. સંક્રમણના કેસ શનિવારની તુલનાએ 27,446 વધારે છે.

આ પણ વાંચોઃ-OMG! કોરોના દર્દીએ વાંચ્યા પોતાના મોતના સમાચાર, વીડિયો મેસેજ બનાવી કહ્યું 'હું જીવતો છું'

અમેરિકામાં વાયરસ સંક્રમણની સાથે થનારા મોત આખી દુનિયાથી સૌથી વધારે છે. અમેરિકામાં સંક્રમણના મામલામાં આ આંકડો 10 લાખને પહોંચવા આવ્યો છે. જ્યારે સ્પેનમાં સંક્રમણના 2.20 લાખ કેસ સામે આવ્યા છે. ઈટાલીમાં સંક્રમણના 1 લાખ 98 હજાર કેસ નોંધાયા છે.

આ પણ વાંચોઃ-લોકડાઉન વચ્ચે બોર્ડર ઉપર થયા લગ્ન, ચોકીમાં મંડપ અને પોલીસકર્મીએ કર્યું કન્યાદાન

અમેરિકામાં સત્તાવાર રીતે મોતના આંકડાઓ 55,519 છે. શનિવારની તુલનાએ મોતના 1400 નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા કેટલાય દિવસોની તુલનાએ સંક્રમણ અને મોતના આંકડા ઓછા આવ્યા છે. સૌથી પહેલા 25 એપ્રિલના સંક્રમણના નાવા કેસ નોધાયા છે. આ દિવસે સંક્રમણના 31,512 કેસ નોંધાયા છે. આના ઠીક એક દિવસ પહેલા સંક્રમણના 36,008 નવા કેસ નોંધાયા હતા.આ પણ વાંચોઃ-વડોદરાઃ લોકડાઉનમાં ઓનલાઈન લુડોમાં પત્નીએ સતત હરાવ્યો, નારાજ પતિએ પત્નીને ધોઈ નાખી

જોકે, વ્હાઈટ હાઉસે આશંકા વ્યક્ત કરી હતી કે સારી સ્થિતિમાં 60 હજારથી વધારે મોત નહીં થાય. જોકે, અમેરિકામાં આ આંકડો એકદન નજીક છે. વ્હાઈટ હાઉસથી હાલતાને સમજવામાં મોટી ભૂલ થઈ છે. ગત દિવસોમાં યુનિવર્સિટી ઓફ વોશિંગટન્સ ઈસ્ટીટ્યૂટ ઓફ હેલ્થ મીટ્રીક્સ એન્ડ ઈવેલ્યએશનએ સંભાવના વ્યક્ત કરી છે કે કોરોના વાયરસના પગલે 4 ઓગસ્ટ સુધી અમેરિકામાં 60,415 લોકોના મોત થશે. પોતાની પ્રેસ કોન્ફરન્સમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (donald trump) આ વાત વાગોળી હતી. જોકે, થોડા જ સપ્તાહમાં આનાથી મોત વધારે થયા હતા.
First published: April 27, 2020, 6:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading