સામાન્ય રીતે આપણે ગાયના છાણનો ઉપયોગ તો કરીએ જ છીએ. પરંતુ ક્યારેય સાંભળ્યું છે કે ગાયના છાણમાંથી કપડાં બનાવી શકાય છે. નેધરલેન્ડના એક સ્ટાર્ટઅપે ગાયના છાણમાંથી સેલ્યુલોઝ અલગ કરીને તેને ફેશનેબલ ડ્રેસ બનાવવાની રીત શોધી નાંખી છે.
નેધરલેન્ડમાં રહેતા બોયોઆર્ટ એક્સપર્ટ જલિલા એસાઇદીએ આ સ્ટાર્ટઅપ ચાલું કર્યું છે. તેમની આ શોધને બે લાખ ડોલરનું (1.40 કરોડ રૂપિયા) ચિવાઝ વેન્ચર એન્ડ એચએન્ડએમ ફાઉન્ડેશન ગ્લોબલ એવોર્ડ પણ મળી ચુક્યો છે.
'The Gaurdian'ની રિપોર્ટ પ્રમાણે જલિલાએ થોડા વર્ષો પહેલા સ્ટાર્ટઅપ 'વન ડચ'નામથી શરૂ કર્યું હતું. આનાથી ગાયના છાણને રિસાઇકલ કરીને પ્લાસ્ટિક, પેપર અને ફેશનેબલ ડ્રેસ પણ બનાવવામાં આવે છે. સેલ્યુલોઝથી જે કાપડ બનાવવામાં આવે છે તેને 'મેસ્ટિક' નામ આપવામાં આવ્યું છે.
જલિલા તેને ફ્યુચર ફેબ્રિક પણ કહે છે. શરૂવાતમાં 'મેસ્ટિક'થી શર્ટ અને ટોપ તૈયાર કરવામાં આવતા હતાં. તેને છાણમાંથી સેલ્યુલોઝ અલગ કરીને તેમા બાયો ડિગ્રેડેબલ પ્લાસ્ટિક અને પેપર પણ બનાવ્યાં છે.
છાણમાંથી બનાવેલા કપડાનો ફેશન શો
બાયોઆર્ટ એક્સપર્ટ જલિલા એસાઇદી જણાવે છે કે, 'આપણે છાણને વેસ્ટ મટિરિયલ સમજીએ છીએ. પરંતુ આ ઘણી કામની વસ્તુ છે અને આવનારા દિવસોમાં ગોબરમાંથી બનેલા ડ્રેસ તમને ફેશનશોમાં દેખાશે.'
" isDesktop="true" id="785155" >
જલિલા અત્યારે 15 ખેડૂતોની સાથે પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. તેમણે જણાવ્યું કે, 'સેલ્યુલોઝ બનાવવાની પ્રક્રિય કેમિકલ અને મેકેનિકલ છે. આપણને જે ગોબર અને ગૌમૂત્ર મળે છે તેમાં 80 ટકા પાણી હોય છે. પહેલા સ્ટેજમાં છાણ અને ગૌમૂત્રના પાણીવાળા અને કોરા ભાગને અલગ કરવામાં આવે છે. ભીના ભાગના સોલ્વન્ટથી સેલ્યુલોઝ બનાવવા માટે ફર્મેન્ટેશન થાય છે. ગાય ઘાસ અને મકાઇ ખાય છે તે વધારે હોય છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ પ્રક્રિયાથી મળતો સેલ્યુલોઝ હાઇ ટેક્નિક વાળો હોય છે.'
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર