સહારા ડેઝર્ટમાં છેલ્લા કેટલાક દિવસોથી એવો નજારો જોવા મળી રહ્યો છે કે જે ક્યારેક જ જોવા મળ્યો હોય. જાન્યુઆરી મહિનામાં આખી દુનિયા ઠંડીથી ઠુઠવાય રહી છે. ત્યારે રેગિસ્તાન પર બાકી નથી. અલ્ઝીરિયાના એન સેફરા ટાઉનમાં આ વખતે 16 સુધી હિમવર્ષા થઈ.
છેલ્લા 37 વર્ષમાં આ ત્રીજી વખત બન્યું છે કે જ્યારે આ ટાઉનમાં હિમવર્ષાનો નજારો જોવા મળ્યો હોય. જણાવવામાં આવી રહ્યું છે ટાઉનમાં એકથી બે ઈંચ હિમવર્ષા થઈ જ્યારે ટાઉન બહાર 16 ઇંચ સુધીની રેકોર્ડ બ્રેક હિમવર્ષા થઈ.
સહારામાં હિમવર્ષા બહુ ઓછી વખત જોવા મળે છે. અહીંયા ગરમીના સમયમાં તાપમાન હંમેશા 38થી 40 ડિગ્રી સેલ્સિયસ રેકોર્ડ થાય છે. જો કે આ સમયે અહીં આવતા લોકોને ચાદરની જરૂર પડી રહી છે.
ધ ગેટવે ટૂ ધ ડેઝર્ટ નામના શહેરમાં સૌથી પહેલા 1979માં હિમવર્ષા થઈ હતી. જે બાદ 2016 અને 2017માં હિમવર્ષા જોવા મળી છે. રસ્તાઓ પર બરફ હોવાના કારણે રસ્તાઓ પર લોકો લપસી રહ્યાં છે. અલ્ઝીરિયાના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સહારામાં આવેલા બદલાવનું સૌથી મોટું કારણ યુરોયમાં હાઈપ્રેશરના કારણે દક્ષિણી અને ઉત્તરી આફ્રીકામાં ઠંડી હવા વરસી રહી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર