પુલવામા હુમલામાં જૈશ-એ-મોહમ્મદનો હાથ જ નથી, પાકિસ્તાને નકારી આખી વાત

પાકિસ્તાનનાં વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરૈશીની ફાઇલ તસવીર

'જૈશ દ્વારા આ હુમાલાની જવાબદારીની જે વાત કહેવામાં આવે છે તેમાં કન્ફ્યુઝન છે. તેમણે આ હુમલાની જવાબદારી નથી લીધી.'

  • Share this:
    ન્યૂઝ 18 ગુજરાતી: પાકિસ્તાને પુલવામામાં સીઆરપીએફનાં કાફલા પર થયેલા હુમલામાં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનાં રોલને છુપાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો છે. પાકિસ્તાનનાં વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરૈશીએ  BBC સાથેની વાતચીતમાં કહ્યું કે પુલવામા હુમલા માટે જૈશ જવાબદાર નથી. શાહ મેહમૂદ કુરેશીએ કહ્યું કે જૈશ દ્વારા આ હુમાલાની જવાબદારીની જે વાત કહેવામાં આવે છે તેમાં કન્ફ્યુઝન છે. તેમણે આ હુમલાની જવાબદારી નથી લીધી.

    કુરૈશીએ કહ્યું, 'ના, તેમણે આ હુમલાની જવાબદારી નથી લીધા. આમાં એક ભ્રમની સ્થિતિ છે. ભ્રમ એ છે કે જૈશનાં નેતૃત્વએ આ મામલામાં આવું કંઇ નથી કહ્યું.' શાહ મહેમૂદ કુરૈશીનું BBC દ્વારા એક ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું હતું. જેમાં તેમને પૂછવામાં આવ્યું હતું કે હુમલા પછી જૈશે જાતે જ આ હુમલાની જવાબદારી સ્વીકારી હતી. જેના જવાબમાં કુરૈશીએ કહ્યું કે તેમણે કોઇ જવાબદારી નથી લીધી. જેમાં વિરોધાભાસની સ્થિતિ છે. કુરૈશીએ જૈશને બચાવવાનો પુરતો પ્રયત્ન કર્યો. મહત્વનું છે કે પુલવામા હુમલામાં સીઆરપીએફનાં 40 જવાન શહીદ થઇ ગયા છે. આ હુમલા પછી જૈશે એક વીડિયો જાહેર કરીને આ હુમલાની જવાબદારી લીધી હતી.

    આ પહેલા શુક્રવારે શાહ મહેમૂદ કુરૈશીએ સીએનએનને એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો. વિદેશ મંત્રીને જ્યારે પૂછવામાં આવ્યું કે શું આતંકી મસૂદ અઝહર પાકિસ્તાનમાં જ છે, ત્યારે તેમણે જણાવ્યું કે, "મને ખબર છે ત્યાં સુધી અઝહર મસૂદ પાકિસ્તાનમાં જ છે. તેની હાલત ખૂબ જ ખરાબ છે. તે ઘરથી બહાર પણ નથી નીકળી શકતો. ભારત પાસે તેની વિરુદ્ધ પુરાવા હોય તો પાકિસ્તાન સાથે શેર કરે, જેનાથી અમે પાકિસ્તાનની કોર્ટ અને લોકોને વિશ્વાસમાં લઈ શકીએ."

    શાહ મેહસૂદ કુરૈશીએ બહાવલપુર સ્થિત મદરેસા અંગે જણાવતા કહ્યું કે ભારત અને દુનિયાનાં કેટલાક દેશ તે મદરેસાને ટ્રેનિંગ કેમ્પનું નામ આપી રહ્યાં છે. કુરૈશીએ કહ્યું કે તે મદરેસા છે, મીડિયાને ત્યાં લઇ જવામાં આવી હતી અને તે લોકોએ જે જોયું તે દુનિયાની સામે છે. કુરૈશીએ એકવાર ફરીથી પાકિસ્તાના જૂંના જુઠાંણાને દોહરાવતા કહ્યું હતું કે, 'ભારતને મારો સંદેશ છે કે આ નવી સરકાર છે. આ નવી વિચારસરણી સાથેની સરકાર છે. અમે શાંતિ ઈચ્છીએ છીએ. અમારી સરકારે લોકોનાં કામ કરવા છે.'
    Published by:Kaushal Pancholi
    First published: