Home /News /world /12 વર્ષની છોકરીએ મિત્ર સાથે મળી છરીના ઘા ઝીંકી પિતાની કરી હત્યા! કારણ જાણીને થઈ જશો સ્તબ્ધ
12 વર્ષની છોકરીએ મિત્ર સાથે મળી છરીના ઘા ઝીંકી પિતાની કરી હત્યા! કારણ જાણીને થઈ જશો સ્તબ્ધ
પ્રતીકાત્મક તસવીર
crime news: બ્રાઝિલ (Brazil)માં એક 12 વર્ષની છોકરીએ તેની મિત્ર સાથે મળીને તેના પોતાના પિતા ન (Daughter killed father) હત્યા કરી દીઘી. યુવતીના પિતા એક પોલીસ અધિકારી (police officer) હતા.
shocking news: કહેવાય છે કે જરુરિયાત (Need) કરતા વઘારે માહિતી પણ બાળકો માટે હાનિકારક (Harmful to children) છે. આનું કારણ એ છે કે, જો બાળકને તેની ઉંમર કરતાં વધુ માહિતી આપવામાં આવે તો તે તેના સાચા, ખોટા અથવા સારા અને ખરાબના માપદંડનો ન્યાય કરી શકતો નથી. આવી સ્થિતિમાં બાળક અર્થનો અનર્થ સમજે છે. જેના કારણે બાળક તે માહિતી વિશે ખોટું વિચારે છે. બ્રાઝિલનો આ કેસ (Brazil case) તેનો પુરાવો છે.
અહીં એક 12 વર્ષની છોકરીએ પોતાના પિતાનો જીવ લીધો છે. આની પાછળનું કારણ ખૂબ જ વિચિત્ર અને ચોંકાવનારું છે, જેના પછી તમને પણ એમ લાગશે કે બાળકોને જરુરિયાત કરતા વઘારે માહિતી જોખમી હોઈ શકે છે.
બ્રાઝિલના સાન્ટા કેટરિના (Santa Catarina, Brazil)માં પોલીસે એક 12 વર્ષની છોકરી (12 year old girl) અને તેના 13 વર્ષની મિત્રની અટકાયત કરી છે. બાળકીએ તેના 46 વર્ષીય પિતા નીફ લુઇસ (Neife Luiz Werlang)ની હત્યા કરી છે.
અહેવાલો અનુસાર, આ કેસ 15 ઓક્ટોબરનો છે. યુવતીના પિતા નીફ પોતે પણ પોલીસ અધિકારી હતા. સૌથી ચોંકાવનારી બાબત હત્યાનું કારણ છે જે દરેકને અંચબિત કરી નાખે છે. છોકરીઓએ પ્રખ્યાત બનવા માટે આ હત્યા કરી છે. તે ૨૦૦૨ના હત્યાના કેસથી પ્રેરિત થઈ હતી અને હત્યારા છોકરીની જેમ જ તેને પણ પ્રખ્યાત થવું હતું.
બ્રાઝિલની પુત્રીએ પ્રખ્યાત થવા માટે છરીના ઘા મારીને પિતાની હત્યા કરી ડેઇલી સ્ટારે અહેવાલ આપ્યો છે કે, બ્રાઝિલની સુઝૈન (Suzane Louise von Richthofen)એ 20 વર્ષ પહેલા તેના માતાપિતાની હત્યા કરી હતી. તે સમયે છોકરી સ્કૂલમાં ભણતી હતી.
સુઝૈને તેના મિત્ર અને બોયફ્રેન્ડની મદદથી હત્યાને અંજામ આપ્યો હતો. જ્યારે 12 વર્ષની યુવતીએ સુઝૈનના કેસ વિશે સાંભળ્યું ત્યારે તેણે સુઝૈન જેટલી પ્રખ્યાત બનવાનું નક્કી કર્યું, જેને તેના માતાપિતાની હત્યા કર્યા બાદ જેલની સજા ફટકારવામાં આવી હતી.
યુવતીએ તેના 13 વર્ષની મિત્રની મદદથી તેના પિતાના ગળામાં 3 વાર છરીના ઘા માર્યા હતા. બંને છોકરીઓને હવે બાળકોની જેલમાં રાખવામાં આવી છે અને આ કેસની તપાસ ચાલી રહી છે. સુઝૈનની જેમ બાળકોએ પણ પોતાનો ગુનો સ્વીકાર્યો હતો, પરંતુ તેમને જરા પણ અફસોસ નથી. તે ફક્ત પ્રખ્યાત થવાનું વિચારી રહી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર