Home /News /world /

ઓમાનમાં એક દિવસમાં જ પડ્યો ત્રણ વર્ષનો વરસાદ, 6ના મોત

ઓમાનમાં એક દિવસમાં જ પડ્યો ત્રણ વર્ષનો વરસાદ, 6ના મોત

    દક્ષિણી ઓમાન અને યમનમાં અત્યાર સુધીના સૌથી તાકાતવર વાવાઝોડાના કારણે 6 લોકોની મોત અને 300 લોકો ગુમ થયા છે. 'મેકુનુ' નામના આ વાવાઝોડાના કારણે ઓમાનના સલાલાહ શહેરમાં એક દિવસમાં ત્રણ વર્ષ જેટલો વરસાદ પડ્યો છે. જેના કારણે પૂર આવી ગયું છે. તેજ પવનોના કારણે સ્ટ્રીટ લાઇટ તૂટી ગઇ છે અને કેટલાય ઘરોના છાપરા પણ તૂટી ગયા છે.

    ઓમાનમાં 12 વર્ષની એક છોકરી સહિત ત્રણ લોકોની મોત થઇ ગઇ છે જ્યાં સોકોટ્રાના યેમેની આઇલેન્ડમાંથી બે લાશ મળી છે. સોકોટ્રામાં ત્રીસથી વધારે લોકો ગુમ થયા છે જેમાં યમન, ભારત અને સુડાનના નાગરિકો સામેલ છે.

    યમનના અધિકારીઓએ પણ ઓમાનના પૂર્વ વિસ્તારમાં નુકસાન થવાની પુષ્ટિ કરી છે. અલ-માહરા પ્રોવિંસના ગવર્નર રાગે બક્રિતે ટ્વિટ કર્યું, "તેજ હવાઓની કારણે કેટલાય ઘરો ઉડી ગયા છે, કોમ્યુનિકેશન લાઇન પણ પ્રભાવિત થઇ છે."



    સલાલાહમાં લગભગ 2 લાખની આઝાદી છે. ચક્રવાતી તુફાન પછી શહેરના ઘણાં ભાગોમાં વીજળી સપ્લાઇ પ્રભાવિત છે. અહીંયા રસ્તા પર વૃક્ષોની ડાળીઓ પડેલી છે. ઘણાં અંડરપાસ પાણીથી ભરાયેલા છે અને કેટલીય કારો રસ્તા પર જ છોડીને આગળ જતાં રહ્યાં છે. જાણે શહેર નદીમાં બદલાઇ ગયું છે. ઓમાન એરપોર્ટ ગુરૂવારથી બંધ છે જેને રવિવારે ફરીથી શરૂ કરવાની આશા છે.

    ઓમાનના હવામાન વિભાગના જાણકારો પ્રમાણે આ વર્ષે 200 મિલિમીટર વરસાદ થશે જે શહેરના વાર્ષિક વરસાદ કરતાં બમણો છે. જો કે શહેરમાં એક જ દિવસમાં 278.2 મિલિમીટર વરસાદ પડ્યો છે જે વાર્ષિક વરસાદના ત્રણ ગણા જેટલો છે. ઓમાનમાં વરસાદ અને હવાઓ રોકાયા પછી પણ પોલીસનો રેસ્ક્યુ ઓપરેશન જારી છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Oman

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन