બાળસિંહે પોતાની માતા ઉપર કર્યો હુમલો, પછી સિંહણે શું કર્યું જુઓ video

બાળસિંહ ધીમા પગે પોતાની માતા તરફ આવ્યો અને પાછળથી પકડી લીધી હતી. સિંહણ ગભરાઇને તરત ઊભી થઇ ગઇ હતી.

News18 Gujarati
Updated: October 10, 2019, 4:20 PM IST
બાળસિંહે પોતાની માતા ઉપર કર્યો હુમલો, પછી સિંહણે શું કર્યું જુઓ video
બાળસિંહના હુમલાની તસવીર
News18 Gujarati
Updated: October 10, 2019, 4:20 PM IST
ન્યૂઝ18ગુજરાતીઃ સામાન્ય રીતે પ્રાણીઓના બાળકોને પોતાની માતા સાથે રમતા જ જોયા હશે. પરંતુ આવા પ્રકારના રોમાંચક દ્રશ્યો ભાગ્યે જ જોવા મળે છે. આ ઘટના સ્કૉટલેન્ડના (Scotland)એડિંગબર્ગ ઝૂનો (Edinburgh Zoo) છે. આ વીડિયોમાં સિંહના વાડામાં આવું જ દ્રશ્ય જોવા મળ્યું હતું. જેને જોઇને દરેક લોકોના ચહેરા ઉપર હસવું આવી ગયું હતું. સિંહણથી દરેકને ડર લાગે છે પરંતુ શું પોતાના બાળકને ડર્યા વગર જ પોતાની માતા ઉપર હુમલો કરી દીધો હતો.

બાળસિંહ ધીમા પગે પોતાની માતા તરફ આવ્યો અને પાછળથી પકડી લીધી હતી. સિંહણ ગભરાઇને તરત ઊભી થઇ ગઇ હતી. અસલમાં આ બાળક શિકાર કરવાની કળા શિખી રહ્યું હતું. રૉબર્ટા નામની આ સિંહણે આ વર્ષના ઑગસ્ટ મહિનામાં પાંચ બાળકોને જન્મ આપ્યો હતો. જેમાંથી ત્રણ બાળકો જ બચ્યા હતા. બેનું મોત થયું હતું. આ બાળકોના પિતા જયેન્દ્ર નામનો સિંહ છે. જે 2012માં એડિંગબર્ગ ઝૂમાં લાવવામાં આવ્યોહતો.

આ પણ વાંચોઃ-અડધી રાત્રે મહિલાનું ગળું કાપીને રસ્તા પર ફેંકી, facebookથી અરોપી ઝડપાયો

આ પણ વાંચોઃ-OMG: દત્તક લીધેલી 8 વર્ષની બાળકી 30 વર્ષની નીકળી, આવી રીતે થઇ જાણ

બાળસિંહનો માતા ઉપર હુમલો કર્યાની ઘટના કેમેરામાં કેદ થઇ હતી. જે સોશિયલ મીડિયા (social media) ઉપર viral વાયરલ સાથે ભારે શૅર થઇ રહ્યો છે. એન્ડિંગબર્ગ ઝૂનો આ વીડિયો ફેસબુક (facebook) ઉપર શૅર કર્યો હતો.


Loading...

જેના કેપ્શનમાં લખ્યું હતું કે, 'બાળકો થયા પછી જ્યારે તમે આરામ કર રહે હો... ' સાથે #Relatable હેસટેગ પણ લગાવવામાં આવ્યું હતું. લોકોએ કમેન્ટમાં so cute લખ્યું હતું. અનેક પેરેન્ટ્સે આ કેપ્શન સાથે સહમતી દર્શાવી હતી.

આ પણ વાંચોઃ-તસવીરોઃ 160 ફૂટ ઉપર હવામાં ડિનરની મજા માણવી હોય તો આ જગ્યાએ જાઓ

ઉલ્લેખનીય છે કે ઝૂ તંત્રએ આ વીડિયો શુક્રવારે શૅર કર્યો હતો. અત્યાર સુધી આ વીડિયોના આશરે 2 લાખ વ્યૂઝ મળી ચૂક્યા છે. લોકો કમેન્ટમાં સિંહના બાળકો ખુબ જ કરે છે.
First published: October 10, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...