આ દેશમાં કોઈના ઉપર કોરોના કફ કે થૂંક ફેંકવું બન્યો ક્રાઈમ, 12 મહિનાની જેલ થશે

News18 Gujarati
Updated: April 1, 2020, 7:39 PM IST
આ દેશમાં કોઈના ઉપર કોરોના કફ કે થૂંક ફેંકવું બન્યો ક્રાઈમ, 12 મહિનાની જેલ થશે
પ્રતિકાત્મક તસવીર

ચીનના વુહાન શહેરથી ફેલાયેલો કોરોના વાયરસનું તાંડવ આખી દુનિયામાં થઈ રહ્યું છે. કોરોના નામનો આ વાયરસ હવે આખી દુનિયામાં હજારો લોકોના જીવ લઈ રહ્યો છે. કોરોના વાયરસના દહેશતના કારણે અનેક દેશોમાં લોકડાઉન કરવું પડ્યું છે. કોરોના વાયરસ ઉપર કાબુ મેળવવા માટે વિશ્વની સરકારો પોતાની રીતે કોશિશો કરી રહી છે.

  • Share this:
લંડનઃ ચીનના વુહાન શહેરથી ફેલાયેલો કોરોના વાયરસનું તાંડવ આખી દુનિયામાં થઈ રહ્યું છે. કોરોના નામનો આ વાયરસ હવે આખી દુનિયામાં હજારો લોકોના જીવ લઈ રહ્યો છે. કોરોના વાયરસના દહેશતના કારણે અનેક દેશોમાં લોકડાઉન કરવું પડ્યું છે. કોરોના વાયરસ ઉપર કાબુ મેળવવા માટે વિશ્વની સરકારો પોતાની રીતે કોશિશો કરી રહી છે. જોકે, લંડનમાં કોરોના વાયરસનું સંક્રમણ ચાલું જ છે. આ અંકે એવા આદેશો કરવામાં આવ્યા છે કે, જેના પગલે ગુનાહિત પ્રવૃત્તિના લોકોની નીંદા ઉડાવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, લંડનમાં સરકારે લોકો સામે કડક પગલાં લેવાનો નિર્ણય કર્યો છે. જે ઈમર્જન્સી સમયે લોકોની સેવામાં લાગેલા લોકોની સામે કોરોના કફ કે થૂંક ફેંકવા જેવું કામ કરશે તો તેને ગુનો માનવામાં આવશે. ઈંગ્લેન્ડમાં વાયરસથી સંક્રમિત થવાનો દાવો કરનારા લોકો જાણીજોઈને બીજા લોકો સામે ખાંસી ખાશે તો તેની સામે પોલીસ કાર્યવાહી કરશે.

ક્રાઉન પ્રોસિક્યૂશ સર્વિસ પ્રમાણે ઈમર્જન્સી સ્થિતિમાં કામ કરનાર લોકોની સામે આ પ્રકારનો વ્યવહાર કરનાર એક ગુનો માનવામાં આવશે. જેના માટે વ્યક્તિને એક વર્ષની જેલની સજા આપવામાં આવશે. જ્યારે અન્ય કાર્યકર્તા કે જનતા સાથે આ પ્રકારે વ્યવહાર કે કોઈપણ કાર્ય ઉપર તેમના સામે સામાન્ય હુમલાની જેમ જોવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ અનેક લોકો આ પ્રકારના હુમલો કરવાના આરોપી સાબિત થયા હતા અને તેમને સજા સંભળાવી હતી. એટલું જ નહીં પોલીસને સરકાર દ્વાર આ પ્રકારના લોકો સામે કડક કાર્યવાહી કરવાની સૂચના પણ આપવામાં આવી છે. નવો કાયદો લાગુ કરવા માટે નવી શક્તીઓ પણ આપવામાં આવી છે. ત્યારબાદ સત્તાવાર સલાહની અનદેખી કરનાર લોકો આયોજીત કેટલીક સભાઓ અને પાર્ટીઓને પોલીસ

મેક્સ હિલના આદેશમાં કહેવામાં આવ્યું છે કે, કોરોના વાયરસ જેવી મહામારીથી લડવા માટે જરૂરી સેવાઓ આપનાર કર્મચારીઓ ખૂબજ મહત્વના છે. તેમનું કહેવું છે કે, તેઓ આ મામલે એકદમ સ્પષ્ટ છે કે, આ પ્રકારનો વ્યવહાર એક ગુનો છે. જેને રોકવો ખૂબ જ જરૂરી છે.
First published: April 1, 2020, 7:39 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading