લગ્ન કોઇપણ વ્યક્તિની જીંદગીનો ખૂબસૂરત દિવસ હોય છે જેના માટે લોકો ઘણી યોજનાઓ બનાવતા હોય છે. કે જેનાથી લગ્નનાં જીવનને આખી જિંદગીનો યાદગાર દિવસ બની જાય છે.
લગ્ન કરવા માટે મોટાભાગે લોકો વેડિંગ પ્લાનરને જવાબદારી આપે છે કે જેનાથી તેમનો પ્રસંગમાં કોઇ ભૂલ ન થાય. પરંતુ ફિલીપાઇન્સમાં એક લગ્નમાં પ્લાનરે જે કર્યું તેનાથી આપ હેરાન થઇ જશો.
આ કિસ્સામાં વાત એમ છે કે મનીલાનાં પસિંગ શહેરમાં એક કપલ વેડિંગ પ્લાનરને કેટરિંગ માટે 1 લાખ 40 હજાર પેસસ (5 લાખ રુપિયા) આપ્યાં હતાં. પરંતુ તેના બદલામાં તેમને ઘણી જ ખરાબ સર્વિસ મળી હતી.
મેટ્રો યુકેનાં રિપોર્ટ પ્રમાણે શાઇન તમાયો અને તેમના પાર્ટનર જોન ચેનનાં લગ્ન હતાં. તે પછીનાં સમારંભમાં પ્લાનરે ખાવાનું જ સપ્લાઇ કર્યું ન હતું. જેનાથી તેઓ હેરાન થઇ ગયા. જોકે આ સ્થિતિનો સામનો કરવા માટે તેમણે રોડ પરથી ન્યૂડલ્સ મંગાવી મહેમાનોને પીરસ્યાં હતાં.
આ બધા પછી તેઓ જેની સૌથી વધારે રાહ જોઇ રહ્યાં હતાં તેવા કેક કટિંગનો વારો આવ્યો. ત્યારે તેમણે જોયું કે તેમની કેક થર્મોકોલની બનેલી છે. તે ખાઇ શકાય તેમ નથી.
આ બધું જોઇને દુલ્હન રડવા લાગી અને પોલીસ સ્ટેશનમાં જઇને ફરિયાદ નોંધાઇ હતી. આ અંતર્ગત જ્યારે દુલ્હન સાથે વાત કરવામાં આવી ત્યારે તેણે કહ્યું કે આ મારી ઝિંદગીનો સૌથી ખરાબ દિવસ હતો.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર