નવી દિલ્હીઃ જ્યારે વાત કોરોના વાયરસની (coroanvirus) હોય તો રાહતના સમાચાર ક્યારે જ આવે છે. અત્યારે તમે એવા સમાચાર વાંચી રહ્યા છો જે આ મહામારી સામેની જંગમાં આપણી હિમ્મત વધારે છે. ખબર એ લોકોની છે જેમણે આ ડરામણા સમયમાં કોરોના વાયરસને હરાવ્યો છે. અને આવા લોકોની સંખ્યા એક નહીં બે નહીં એક કરોડ છે. અત્યાર સુધી દુનિયામાં એક કરોડ લોકો કોવિડ-19 સામે જંગ જીતીને સંપૂર્ણ રીતે રિકવર થઈ ચૂક્યા છે. રિકવર (Recover) થયેલા આ લોકોમાં આશરે 9.50 લાખ ભારતીય છે.
દુનિયામાં (world) કોરોના વાયરસ સામે રિકવરી રેટ (Recovery rate) એક કરોડની સંખ્યા પાર કરી ગઈ છે. કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ સૌથી વધારે લોકો અમેરિકામાં રિકવર થયા છે. અહીં 20 લાખથી વધારે લોકો કોરોનાનો શિકાર થયા બાદ સ્વસ્થ્ય થઈ ચૂક્યા છે.
પરંતુ અમેરિકા જ એ દેશ છે જ્યાં કોરોનાના કારણે સૌથી વધારે લોકોના મોત થયા છે. જોકે, રિકવરી રેટમાં અમેરિકા સર્વશ્રેષ્ઠ ઉદારહણ ન બની શકે. અમેરિકાના બદલે કતાર (Qatar) અને રશિયા (Russia) જેવા દેશો મિસાલ બની શકે છે. અહીં રિકવરી રેટની તુલનાએ એક્ટિવ રેટ ખૂબજ ઓછા છે અને મોતની સંખ્યા પણ ઓછી થઈ છે.
ભારતમાં 64.25 ટકા રિકવરી રેટ
ભારત એ દેશો પૈકી એક છે જ્યાં રિકવરી રેટ દુનિયાનીના સરેરાશથી સારો છે. દુનિયામાં કોરોના સામે રિકવરી રેટ અત્યારે 61.20 ટકા છે એટલે કે 100માંથી 61 લોકો કોરોના સંક્રમિત થયા બાદ સ્વસ્થ્ય થાય છે. ભારતમાં રિકવરી રેટ આશરે 64.25 ટકા છે. ભારતમાં અત્યાર સુધી 9.50 લાખ લોકો કોરોનાને હરાવીને ઘરે પહોંચ્યા છે. જ્યારે કરાતમાં 97 ટકા અને રશિયામાં 73 ટકા રિવકવરી રેટ છે. રશિયામાં 8.18 અને કતારમાં 1.10 લાખ કેસ છે. ભારતમાં કુલ 14.70 લાખ કેસ છે.
દુનિયામાં 1.65 કરોડ કેસ
વર્લ્ડોમીટર પ્રમાણે સોમવારે રાત્રે 10 વાગ્યા સુધી દુનિયામાં આશરે 1.65 કરોડ લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. જેમાંથી 1 કરોડ 95 હજાર લોકો મહામારીને હરાવીને સ્વસ્થ્ય થયા છે. આશરે 57 લાખ લોકો હજી પણ વાયરસથી સંક્રમિત છે. દુનિયામાં 6.53 લાખ લોકો કોરોનાના કારણે મોતને ભેટ્યાં છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર