ન્યૂઝીલેન્ડે શું કર્યું જેનાથી 100 દિવસ સુધી Coronaનો એક પણ કેસ ન નોંધાયો

ન્યૂઝીલેન્ડે શું કર્યું જેનાથી 100 દિવસ સુધી Coronaનો એક પણ કેસ ન નોંધાયો
ફાઈલ તસવીર

8 જૂને ન્યૂઝીલેન્ડે એલાન કર્યું હતું કે પ્રતિબંધ હટાવવામાં આવી રહ્યો છે. એટલા માટે છેલ્લા 17 દિવસમાં 40 હજાર ટેસ્ટમાંથી એક પણ પોઝિટિવ કેસ સામે આવ્યો નથી.

 • Share this:
  ન્યૂઝીલેન્ડઃ અત્યારે સમગ્ર દુનિયામાં કોરોના વાયરસનો (coronavirus) આતંક છવાયેલો છે ત્યારે કેટલાક એવા દેશો છે જે ધીમે ધીમે કોરોનાથી મૂક્ત થઈ રહ્યા છે. ન્યૂઝીલેન્ડની (New Zealand) વાત કરીએ તો વિદેશથી આવેલા કેટલાક કેસોને છોડીને છેલ્લા 100 દિવસોમાં ન્યૂઝીલેન્ડમાં કોરોનાનો એક પણ ઘરેલું કેસ સામે આવ્યો નથી.

  ન્યૂઝીલેન્ડે એવું શું કર્યું છે જેનાથી કોરોના આ હદ સુધી કાબૂમાં આવી ગયો. વડાપ્રધાન જેસિડા એર્ડનના (Prime Minister Jacinda Arden) શબ્દોમાં કહીએ તો કોરોનાને રોકવા માટે ન્યૂઝીલેન્ડની રણનીતિ હતી. કડક પગલાં ઉઠાઓ અને સમય પહેલા જ કાર્યવાહી કરો.  જ્યારે જેસિંડા એર્ડને 19 માર્ચે દેશની સીમા વિદેશીઓ માટે બંધ કરી ત્યારે 28 કેસ હતા. જ્યારે 23 માર્ચે દેશમાં લોકડાઉન લાગું થયું ત્યારે દેશમાં કુલ કસ 102 કોરોના પોઝિટિવના કેસ હતા. અન્ય દેશોની તુલનામાં ન્યૂઝીલેન્ડનું લોકડાઉન કડક હતું.

  ન્યૂઝીલેન્ડમાં લોકડાઉન દરમિયાન લોકો રેસ્ટોરન્ટમાંથી ભોજનની પણ ડિલિવરી લઈ શકતા ન હતા. બીચ ઉપર પણ જઈ શકતા ન હતા. જ્યારે પોતાના ઘરથી દૂર ડ્રાઈવ પણ કરી શકતા ન હતા. આ કડક નિયમ આશરે પાંચ સપ્તાહ સુધી લાગું હતા. ત્યાર બાદ બે સપ્તાહ સુધી આંશીક લોકડાઉન પણ લાગું રહ્યું હતું.

  ન્યૂઝીલેન્ડના સ્વાસ્થ્ય મંત્રાલયના કહેવા પ્રમાણે ન્યૂઝીલેન્ડમાં કોરોના સંપૂર્ણ પણે સમાપ્ત કરવાનો દાવો કરતા નથી. પરંતુ ન્યૂઝીલેન્ડ વિશ્વાસ સાથે કહે છે કે અમે પોતાના કમ્યુનિટી વાયરસ સંક્રમણી ચેઈન તોડી દીધી છે.

  આ પણ વાંચોઃ-કોરોના લોકડાઉનમાં છૂટી ગયો અભ્યાસ, પરિવારનું પેટ ભરવા માટે ધો.12નો વિદ્યાર્થી ખોદે છે કૂવા

  8 જૂને ન્યૂઝીલેન્ડે પ્રતિબંધ હટાવી દીધો હતો. જોકે, છેલ્લા 17 દિવસમાં 40 હજાર ટેસ્ટમાંથી એક પણ પોઝિટિવ કેસ સામે આવ્યો નથી. જૂન પછી ન્યૂઝીલેન્ડમાં જિંદગી લગભગ સામાન્ય થઈ ગઈ છે. અત્યારે લોકડાઉનની જરૂર પણ નથી.

  આ પણ વાંચોઃ-જેઠે ખેલ્યો ખૂની ખેલ! દેહ વ્યાપાર કરવા માટે ઈન્કાર કર્યો તો પત્ની સામે ભાભીની કરી હત્યા

  ન્યૂઝીલેન્ડ લોકાડાઉન દરમિયાન સીમાની સુરક્ષાને લઈને ખુબ જ કડક હતું. સરકારી કેન્દ્રમાં બે સપ્તાહ સુધી ક્વોરન્ટાઈન રહેવાની શરતે માત્ર નાગરિકોને જ દેશમાં આવવાની મંજૂરી હતી. ભૌગોલિક રૂપથી આ એક આઈલેન્ડ છે જેથી એકપણ દેશની જમીની શરહદો મળતી નથી જેનો મોટો ફાયદો ન્યૂઝીલેન્ડને મળ્યો છે.

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ સોના-ચાંદીમાં થયો મોટો ફેરફાર, ફટાફટ જાણી લો કિંમતી ધાતુઓના નવા ભાવ

  ન્યૂઝીલેન્ડે શું ન કર્યું?
  CNNની રિપોર્ટ પ્રમાણે દુનિયાભરમાં અનેક દેશોમાં માસ્ક ઉપર ખૂબ જ જોર આપવામાં આવ્યું હતું. પરંતુ ન્યૂઝીલેન્ડમાં કોરોનાને કાબુમાં લેવા માટે માસ્કને મહત્વપૂર્ણ ભૂમિકા ન નિભાવી. જો સરકાર લોકોને ઘરોમાં માસ્ક રાખવાનું કહી રહી છે. જેથી આવનારા દિવસોમાં સંક્રમણ ફેલાવવા પર લોકો તેનો ઉપયોગ કરી શકે.


  આશરે 50 લાખની વસ્તી વાળા દેશમાં અત્યાર સુધી કોરોનાથી માત્ર 22 લોકોના મોત થયા છે. સોમવારના આંકડા પ્રમાણે દેશમાં કુલ સંક્રમિત લોકોની સંખ્યા માત્ર 1219 છે. જેમાંથી માત્ર 21 જ એક્ટિવ કેસ છે. દરેક એક્ટિવ કેસ આઈસોલેશન સેન્ટરમાં છે. છેલ્લા 100 દિવસોમાં એક પણ કમ્યુનિટી ટ્રાન્સિમશનો કેસ આવ્યો નથી. બધા એક્ટિવ કેસ વિદેશોથી જ આવ્યા છે. જોકે, નવા કેસ નહીં આવ્યા છતાં દેશોમાં લોકોની કોરોનાની તપાસ કરવામાં આવી રહી છે.
  Published by:ankit patel
  First published:August 10, 2020, 22:15 pm

  ટૉપ ન્યૂઝ