જાપાનનું એક એવું શહેર કે જેણે 2011ની સુનામી પરથી શીખ મેળવી અને અત્યારે રસીકરણ અભિયાનમાં છે સૌથી આગળ

જાપાનનું એક એવું શહેર કે જેણે 2011ની સુનામી પરથી શીખ મેળવી અને અત્યારે રસીકરણ અભિયાનમાં છે સૌથી આગળ
પ્રતિકાત્મક તસવીર

જાપાનના 28% રાષ્ટ્રવ્યાપી રસીકરણ મામલે સોમા શહેરમાં 84% વૃદ્ધોને રસી આપવામાં આવી છે. હવે યુવાવર્ગને રસી આપવામાં આવી રહી છે, જુલાઈના અંત સુધીમાં અહીં 16 વર્ષ સુધીના લોકોને રસી આપવાનો લક્ષ્ય છે.

  • Share this:
નવી દિલ્હીઃ 77 વર્ષીય તામિયો હયાશીને લાગતું હતું કે તે જાપાનના (japan) મોટાભાગના વિસ્તારોમાં કોવિડ-19 વેક્સીનના (covid-19 vaccine) રજિસ્ટ્રેશન માટે સ્થાપિત ઈન્ટરનેટ સિસ્ટમને નેવિગેટ કરી શકે છે. રસી લેવા માટે આ પ્રોબ્લેમવાળી સિસ્ટમ તેમને બિલકુલ પણ પસંદ ન હતી, જેના કારણે અન્ય રહેવાસીઓ પરેશાન થતા હતા. પૂર્વોત્તર શહેરના સ્થાનિક અધિકારીઓની મદદથી તેને રસી મળી. 6 અઠવાડિયામાં ઓલિમ્પિક (Olympic) શરૂ થશે, તે પહેલા અધિકારીઓ વૃદ્ધ વ્યક્તિઓને રસી આપી રહ્યા છે.

હયાશીએ રોઈટર્સને જણાવ્યું કે આ ખૂબ જ સરાહનીય પ્રયાસ છે. એક સ્થાનિક જીમ્નેશિયમમાં તેણે અને તેની પત્નીએ રસીનો બીજો ડોઝ લીધો. તમને એક નોટિસ મળે છે અને તમારે તે દિવસે રસી લેવા જવાનું રહે છે. સોમા એ ટોક્યોના ઉત્તરમાં આવેલ એક શહેર છે. જે 2011માં ભૂકંપ અને ત્સુનામીને કારણે નષ્ટ થઈ ગયું હતું. જોકે આ શહેરે એક દાયકા પહેલા થયેલ ઘટનાથી શીખ મેળવી છે અને રસીકરણ મામલે દેશના અનેક વિસ્તારો કરતા ખૂબ જ આગળ છે. રોયટર્સ ટ્રેકર અનુસાર અન્ય અર્થવ્યવસ્થા કરતા વેક્સીન આપવામાં જાપાન ખૂબ જ પાછળ છે. અહીં માત્ર 12% લોકોએ વેક્સીનનો એક ડોઝ લીધો છે. જે સાત ઇન્ડસ્ટ્રીયલ પાવરમાં ફ્રાંસની તુલનામાં 42% નીચું અને સૌથી વધુ કેનેડામાં 63% છે.જાપાનના 28% રાષ્ટ્રવ્યાપી રસીકરણ મામલે સોમા શહેરમાં 84% વૃદ્ધોને રસી આપવામાં આવી છે. હવે યુવાવર્ગને રસી આપવામાં આવી રહી છે, જુલાઈના અંત સુધીમાં અહીં 16 વર્ષ સુધીના લોકોને રસી આપવાનો લક્ષ્ય છે. પ્રધાનમંત્રી યોશીહિદે સુગા ઈચ્છે છે કે જુલાઈ સુધીમાં જાપાનના વૃદ્ધ વર્ગને અને નવેમ્બર સુધીમાં તમામ વયસ્કને રસી આપવામાં આવે. તે માટે એક દિવસમાં એક મિલિયન ડોઝની આવશ્યકતા રહેશે.

આ પણ વાંચોઃ-ગોંડલઃ ચેતવણીરૂપ કિસ્સો! VIP મેમ સાથે ડેટિંગ-શરીર સુખ અને ત્રણ ગણા રૂપિયાની લાલચમાં આધેડે રૂ.1.30 કરોડ ગુમાવ્યા

આ પણ વાંચોઃ-સેલ્ફીએ ખોલી પતિની પોલ! વટ સાવિત્રી વ્રતની પૂજા કરી પત્નીએ લીધી પતિ સાથે સેલ્ફી, ગેલેરી જોતા જ પત્ની ચોંકી ગઈ

સોમા શહેરમાં 35,000ની વસ્તીને કારણે આ સફળતા પ્રાપ્ત થઈ શકે છે. વિશાળ શહેરી ક્ષેત્રોમાં તુલનાએ ફુકુશિમા પ્રાંતમાં પેસિફિક કાંઠાના કારણે ચિકિત્સા કર્મચારીઓ સરળતા પહોંચી રહ્યા છે. શહેર અત્યારે સફળતા મેળવી રહ્યું છે. જાપાનના મોટાભાગના વિસ્તારોમાં ત્સુનામીની અસર થઈ હતી, જેમાં શહેરના 450 લોકોના મૃત્યુ થયા હતા અને 4 કિમી વિસ્તાર વહી ગયો હતો.

આ પણ વાંચોઃ-કમકમાટી ભરી ઘટના! લિવ ઈનમાં રહેતા યુવકે જ યુવતીને જીવતી સળગાવી, યુવતીએ મરતા મરતા ડોક્ટરને જણાવ્યું દર્દ

વાઈસ મેયર કાત્સુહિરો આબેએ જણાવ્યું કે, “આ આપત્તિએ સોમા શહેરને ઘણુ બધુ શીખવ્યું છે. જેમ કે યોજનાઓ બનાવવી, મેડીકલ પ્રોફેશનલ્સ સાથે કામ કરવું છે અને જે લોકોને અસર થઈ છે તેમને નિર્ધરિત સ્થળ પર ભેગા કરવા તથા ટોક્યો તરફથી મદદની રાહ ન જોવી.” અન્ય દેશોની જેમ જાપાનમાં કોરોનાના કેસ અને મૃતકોની સંખ્યા ઓછી છે, ફેબ્રુઆરીના મધ્યથી અહીં વેક્સીનેશનની શરૂઆત કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ 'મેં તારા નગ્ન વીડિયો ફોટો ઉતારી લીધા છે', ઉજ્જવળ ભવિષ્યના સપના બતાવી માલિકનું યુવતી સાથે દુષ્કર્મ

વેક્સીનેશન માટે સૌથી પહેલા વૃદ્ધ વ્યક્તિઓને પ્રાથમિકતા અપાઈ હતી. સોમાના નેતા અને ડોકટરોએ 2011ની દુર્ઘટના પરથી શીખ મેળવી હતી. વેક્સીનને મંજૂરી આપી તે પહેલાથી તેમણે ડિસેમ્બરમાં યોજનાઓ બનાવી લીધી હતી અને વેક્સીનેશન અભિયાન શરૂ કર્યું હતું. સોમા શહેરમાં કેન્દ્રીય વેક્સીનેશન સેન્ટર સ્થાપવામાં આવ્યું. રહેવાસીઓને સિટી બ્લોક દ્વારા બોલાવવામાં આવ્યા, તે માટે કોઈપણ પ્રકારના રિઝર્વેશનની જરૂર નહોતી. જે લોકો તેમની જાતે સેન્ટર પર આવી શકતા ન હતા તેમના માટે બસ મોકલવામાં આવી.

આ પણ વાંચોઃ-રોડ અકસ્માતનો live Video જોઇ તમારા રૂવાડાં ઉભા થઈ જશે, મોર્નિંગ વોક પર નીકળેલા ચાર લોકોને ડમ્પર કચડી નાંખ્યા

સોમામાં ઘણા સમયથી રહેતા એક રહેવાસીએ જણાવ્યું કે, “2011ની આપત્તિ બાદ સોમાના પાડોશીઓ એકબીજાને દેખરેખ રાખે છે. શહેરના અધિકારીઓએ સંકટ સમયે મેનેજમેન્ટ કરવા માટે ઓફિસના કામથી અલગ થવું પડે છે.” રહેવાસીઓને વેક્સીન માટે પ્રતિક્ષા ક્ષેત્રમાં રાખવામાં આવે છે.

વૃદ્ધ દર્દીઓને વેક્સીન લેવા માટે જ્યારે ડાબી કે જમણી બાજુ ફરવાનું કહેવામાં આવતા દર્દીઓને મૂંઝવણ થઈ રહી હતી. તો મેડીકલ સ્ટાફે દર્દીઓની આ મૂંઝવણ દૂર કરવા માટે દીવાલ પર એક કાર્ટૂન લગાવવામાં આવ્યું હતું, જેથી તેઓ સરળતાથી વેક્સીન લઈ શકે.કિંગ્સ કોલેજ લંડનમાં ઈન્સ્ટીટ્યુટ ફોર પોપ્યુલેશન હેલ્થના ડિરેક્ટર કેન્જી શિબુયાએ જણાવ્યું કે, “આ વેક્સીનેશન અભિયાનને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત છે.” તેમણે સોમામાં વેક્સીનેશન અભિયાનને પ્રોત્સાહન આપવા માટે તેમના ડિરેક્ટર પદ પરથી રાજીનામું આપ્યું છે. શિબુયાએ જણાવ્યું કે આ મહામારીથી બચવા માટેનું એક યુદ્ધ છે. સરકાર તે માટે નગરપાલિકાઓને સતત વેક્સીનનો જથ્થો આપીને સારુ કાર્ય કરી શકે છે.
Published by:News18 Gujarati
First published:Invalid date

ટૉપ ન્યૂઝ