ખતરાની ઘંટી! Delta Variant 135 દેશોમાં પહોંચી ગયો, WHOએ આપી આવી ચેતવણી

પ્રતિકાત્મક તસવીર

Covid-19 Delta Variant: ચાલુ અઠવાડિયે કોરોનાના કારણે વિશ્વમાં 64000 લોકોના મોત થયા છે. જે ગયા અઠવાડિયાની સરખામણીએ 8 ટકા ઓછા છે. બીજી તરફ ગયા અઠવાડિયાની સરખામણીએ પશ્ચિમ પ્રશાંત ક્ષેત્રમાં મોતની સંખ્યામાં 48 ટકા અને પૂર્વ ભૂમધ્ય ક્ષેત્રમાં 31 ટકાનો ઘટાડો થયો છે.

  • Share this:
છેલ્લા દોઢ બે વર્ષમાં કોરોના વાયરસના અલગ અલગ સ્વરૂપો અને લક્ષણો સામે આવ્યા છે. વાયરસ હવે ઘણો બદલાઈ ચુક્યો છે. તેના ડેલ્ટા, ડેલ્ટા પ્લસ, બીટા અને ગામા સહિતના વેરિયન્ટ વિશ્વના મોટાભાગના દેશોમાં ફેલાઈ ચુક્યા છે. WHO (World Health Organization)ના આંકડા મુજબ કોવિડ 19નું અતિ સંક્રમક ડેલ્ટા વેરિયન્ટ (Covid-19 Delta Variant) હવે 135 દેશોમાં ફેલાઈ ચૂક્યું છે અને આગામી અઠવાડિયામાં કોરોના વાયરસ (Coronavirus)ના કુલ વૈશ્વિક કેસ 20 લાખનો આંકડો પાર કરી લેશે.

WHO દ્વારા ગત તા.3 ઓગસ્ટના રોજ કોવિડ 19 વિશ્વ સાયન્સ અપડેટમાં અલગ અલગ વેરિયન્ટના વ્યાપ અંગે જણાવવામાં આવ્યું હતું. તેમાં કહેવાયું હતું કે, 132 દેશોમાં બીટા અને 81 દેશોમાં ગામા વેરિયન્ટ સામે આવ્યા છે. જ્યારે આલ્ફા 182 દેશ-પ્રાંતમાં જોવા મળ્યું છે. ભારતમાં સૌપ્રથમ મળી આવેલા ડેલ્ટા વેરિયન્ટનો વ્યાપ 135 દેશ સુધી પહોંચી ગયો છે.

WHOના અપડેટમાં વધુમાં જણાવાયું છે કે, વૈશ્વિક સ્તરે કેસ વધતા હોવાની વાતને 1 વર્ષ જેટલો સમય થઈ ગયો છે. 26 જુલાઈથી ઓગસ્ટ સુધીમાં 40 લાખ કેસ સામે આવ્યા છે. પૂર્વીય ભૂમધ્ય અને પશ્ચિમ પેસિફિક ક્ષેત્રમાં ઘણો વધારો થવાને કારણે કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ગયા સપ્તાહની સરખામણીમાં અનુક્રમે 37 ટકા અને 33 ટકાનો વધારો જોવા મળ્યો છે. બીજી તરફ દક્ષિણ-પૂર્વ એશિયન ક્ષેત્રમાં કેસમાં નવ ટકાનો વધારો થયો છે.

આ પણ વાંચોઃ-સુરતની શરમજનક ઘટના! સિવિલ હોસ્પિટલમાં દર્દીની પત્ની પર સર્વન્ટે આચર્યું દુષ્કર્મ

આ પણ વાંચોઃ-દુષ્કર્મના આરોપીને પકડવા માટે મહિલા PSIનો ગજબનો આઈડિયા, પહેલા બનાવ્યો મિત્ર પછી રેસ્ટોરન્ટમાં બોલાવ્યો

ચાલુ અઠવાડિયે કોરોનાના કારણે વિશ્વમાં 64000 લોકોના મોત થયા છે. જે ગયા અઠવાડિયાની સરખામણીએ 8 ટકા ઓછા છે. બીજી તરફ ગયા અઠવાડિયાની સરખામણીએ પશ્ચિમ પ્રશાંત ક્ષેત્રમાં મોતની સંખ્યામાં 48 ટકા અને પૂર્વ ભૂમધ્ય ક્ષેત્રમાં 31 ટકાનો ઘટાડો થયો છે.

આ પણ વાંચોઃ-રાજકોટ : લુખ્ખા તત્વોનો આતંકનો live video, ચેતન ભરવાડ અને અબ્દુલે નાસ્તાની દુકાન ઉપર કરી મારામારી

વિશ્વમાં કેસની સંખ્યા 19.7 કરોડની પાર
વિશ્વમાં સંક્રમણના કુલ કેસ હવે 19.7 કરોડ સુધી પહોંચી ગયા છે. જ્યારે મૃત્યુની સંખ્યા 42 લાખની નજીક પહોંચી છે. જો કેસ આવી રીતે સતત વધશે તો આગામી અઠવાડિયામાં કોરોનાના કેસ 20 કરોડથી વધી જશે.

આ પણ વાંચોઃ-ચોરીની વિચિત્ર ઘટના! અમદાવાદઃ બાકોરું પાડી તસ્કરો દુકાનમાં ઘુસ્યા, લાઈટ બંધ હતી તો કાગળો સળગાવી કરી ચોરી

છેલ્લા અઠવાડિયામાં 9 ટકાના વધારા સાથે સૌથી વધુ (5,43,420) કેસ અમેરિકામાં નોંધાયા હતા. ત્યારે બાદ 7 ટકાના વધારા અને 2,83,923 કેસ સાથે ભારત બીજા ક્રમે છે. ઇન્ડોનેશિયામાં 5 ટકાના ઘટાડા સાથે 2,73,891 કેસ નોંધાયા છે. બ્રાઝીલમાં 24 ટકાના ઘટાડા સાથે 2.47 લાખ જેટલા કેસ નોંધાયા છે.

દક્ષિણ પૂર્વ એશિયા ક્ષેત્રમાં છેલ્લા અઠવાડિયાની સરખામણીમાં નવા કેસ 9 ટકા વધી 8,41,000 થયા છે. જ્યારે મોતની સંખ્યા 22,000 જેટલી છે. આ ક્ષેત્રમાં સૌથી વધુ કેસ ( 2,83,923 નવા કેસ) ભારતમાં છે. ભારતમાં એક લાખ દીઠ 20.6 નવા કેસ સામે આવ્યા છે. ઇન્ડોનેશિયામાં 2,73,891 નવા કેસ નોંધાયા છે. ત્યાં એક લાખ દીઠ 100 નવા કેસ છે. થાઈલેન્ડમાં 1,18, 012 નવા કેસ છે. ત્યાં એક લાખ દીઠ 169 કેસ નોંધાયા છે. આ ક્ષેત્રના 80 ટકા કેસ ભારત, ઇન્ડોનેશિયા અને થાઈલેન્ડના છે.
Published by:ankit patel
First published: