કોરોના વાયરસ બાદ આ બીમારીએ ઉડાવી ચીનની ઊંઘ, દર્દીઓના અંગ કામ કરતા થાય છે બંધ

કોરોના વાયરસ બાદ આ બીમારીએ ઉડાવી ચીનની ઊંઘ, દર્દીઓના અંગ કામ કરતા થાય છે બંધ
ફાઈલ તસવીર

આ બીમારીની શરુઆત 6ઠી અને 8મી સદીમાં થઈ હતી. એ સમયે આને પ્લેગ ઓફ જસ્ટિનિયન કહેતા હતા. એ સમયે બીમારી આખી દુનિયામાં કરોડો લોકોનો ભોગ લીધો હતો.

 • Share this:
  કોરોના વાયરસના (coronavirus) કારણે આખી દુનિયાને મુશ્કેલીમાં નાખનાર ચીનમાં (china) નવી બીમારીએ માથું ઊચક્યું છે. ચીનમાં હવે બ્યૂબોનિક પ્લેગ (Bubonic plague) નામની બીમારીએ દસ્તક દીધી છે. આ બીમારીના કારણે સ્વાસ્થ્ય અધિકારીઓની ઊંઘ ઉડી ગઈ છે. આ બીમારીના કારણે એક સપ્તાહમાં બે લોકોના મોત થઈ ચૂક્યા છે. બ્યૂબોનિક પ્લેગ બેલ્કીરિયલ ઈન્ફેક્શનના કારણે ફેલાય છે. આ બીમારીને પહેલા બ્લેક ડેથ (Black Death)ના નામથી જાણિતી થઈ હતી. આ બીમારી માટે પ્લેગ બેક્ટેરિયા જવાબદાર હોય છે. આ કોઈ વાયરસ નથી એટલે સમયસર બેક્ટેરિયોટિક દવાઓથી સારવાર આપવામાં આવે તો દર્દીનો જીવ બચી શકે છે.

  આ બીમારી ચીનના મંગોલિયાઈ (Mongolian) વિસ્તારના એક ગામમાં ફેલાઈ છે. બ્યૂબોનોયર શહેરના સ્વાસ્થ્ય આયોગ પ્રમાણે બ્યૂબોનિક પ્લેગના દર્દીઓના અંગે કામ કરાવના બંધ કરી દે છે જેનાથી દર્દીનું મોત થાય છે.  જે ક્ષેત્રમાં બ્યૂબોનિક પ્લેકના કારણે દર્દીઓના મોત થયા છે તેને સંપૂર્ણ પણે સીલ કરવામાં આવી છે. એ દર્દીના સાત સંબંધિઓને મેડિકલ ટીમની દેખરેખ રાખવામાં આવ્યા છે.

  માનવોમાં આ બીમારી સામાન્ય રીતે ખાસ જાનવરોના કારણે ફેલાય છે. સેન્ટર ફોર ડિઝિસ કંટ્રોલ એન્ડ પ્રીવેન્શન પ્રમાણે ઉંદર, ખિસકોલી, મેમ્લસના શરીરમાં બ્યૂબોનિક પ્લેગના બેક્ટેરિયા હાજર રહે છે. તેના કરડવા કે સંપર્કમાં આવવાથી માણસોમાં આ બીમારી ફેલાય છે.

  આ પણ વાંચોઃ-OMG! આશા છોડી ચૂકી હતી માતા, અપહરણ થયેલો પુત્ર 32 વર્ષે આવી રીતે મળ્યો પાછો

  બ્યૂબોનિક પ્લેગ સૌથી પેહલા જંગલી ઉંદરોને થાય છે. ઉંદરોના મર્યા બાદ આ પ્લેગના બેક્ટેરિયા પિસ્સુઓ (મેમલ્સ) થકી માણસના શરીરમાં પ્રવેશ કરે છે. ત્યારબાદ પિસ્સૂ માણસોને કરડે છે ત્યારે સંક્રમણ લિક્વિડ માણસોના લોહીમાં છોડે છે.

  આ પણ વાંચોઃ-કરુણ ઘટના! પુત્ર પ્રાપ્તી માટે તાંત્રિક પાસે ગઈ બે પુત્રીઓની માતા, શરીરમાં ખીલી ઠોકી દેતાં થયું મોત

  આ પણ વાંચોઃ-સ્કૂલ ફી ભરવા અને પુસ્તકો ખરીદવા માટે યુવતીએ ખાનગી જાસૂસના મોબાઈલ ફોનની કરી ચોરી અને પછી..

  વાત કરીએ બ્યૂબોનિક પ્લેકના લક્ષણોની તો આ બીમારીથી પીડિત દર્દીના માથામાં દુખાવો, તાવની સમસ્યા થાય છે. શરીરમાં કમજોરી અનુભવાય છે. શરેરના અનેક અંગેમાં સોજો આવી જાય છે.

  આ બીમારીની શરુઆત 6ઠી અને 8મી સદીમાં થઈ હતી. એ સમયે આને પ્લેગ ઓફ જસ્ટિનિયન કહેતા હતા. એ સમયે બીમારી આખી દુનિયામાં કરોડો લોકોનો ભોગ લીધો હતો. આ બીમારીનો બીજો હુમલો વર્ષ 1347માં થયો હતો. ત્યારે આને બ્લેક ડેથ કહેવામાં આવતી હતી. આ બીમારીના કારણે યુરોપના એક તૃત્યાંશ વિસ્તીના મોત થયા હતા.
  Published by:ankit patel
  First published:August 09, 2020, 22:27 pm

  ટૉપ ન્યૂઝ