Home /News /world /

corona દર્દીઓનો જીવ બચાવવા માટે આ છે બે 'રામબાણ' ઉપાય: WHOએ કરી પુષ્ટી

corona દર્દીઓનો જીવ બચાવવા માટે આ છે બે 'રામબાણ' ઉપાય: WHOએ કરી પુષ્ટી

પ્રતિકાત્મક તસવીર

આ ટ્રાયલમાં જાણવા મળ્યું હતું કે, કોરોનાના દર 8 દર્દીમાંથી એક ગંભીર વ્યક્તિનો જીવ ડેક્સામેથાસોન નામના સ્ટેરોઈડથી બચ્યો હતો.

  નવી દિલ્હીઃ દુનિયામાં જેટલી તેજીથી કોરોના વાયરસના (coronavirus) મામલા વધી રહ્યા છે. એટલી તેજીથી કોરોનાની દવાઓની (Corona medicine) પણ શોધ કરવામાં આવી રહી છે. હવે એક નવા રિપોર્ટ પ્રમાણે સ્ટેરોઈડ પણ આ મહામારીમાં લોકોને જિંદગી બચાવવામાં કામ આવી શકે છે. WHOનું કહેવું છે કે કોરોનાના ગંભીર દર્દીઓને સ્ટેરોઈડ આપી શકાય છે. જૂન મહિનામાં ઓક્સફોર્ડ યુનિવર્સિટી તરફથી અનેક હોસ્પિટલમાં રિકવરી ટ્રાયલ ચલાવવામાં આવ્યું હતું. આ ટ્રાયલમાં જાણવા મળ્યું હતું કે, કોરોનાના દર 8 દર્દીમાંથી એક ગંભીર વ્યક્તિનો જીવ ડેક્સામેથાસોન નામના સ્ટેરોઈડથી બચ્યો હતો.

  આ નવા ટ્રાયલ ઉપરાંત છ અન્ય ટ્રાયલના પરિણામો પણ સામે આવ્યા છે. જેમાં જાણવા મળ્યું છે કે હાઈડ્રોકાર્ટિસોન નામનું એક સ્ટેરોઈડ પણ કોરોના દર્દીનો જીવ બચાવવા માટે મહત્વની ભૂમિકા ભજવી છે. હાઈડ્રોકાર્ટિસોન સસ્તું હોવાની સાથે સાથે સળતાથી મળી શકે છે. અમેરિકન મેડિકલ એસોસિએશનના જર્નલમાં સાત ટ્રાયલના પરિણામો પ્રકાશીત કરવામાં આવ્યા છે.

  સ્ટડીના લેખક અને ઈંગ્લેન્ડની બ્રિસ્ટલ યુનિવર્સિટીના મહામારી વિજ્ઞાનના પ્રોફેસર જોનાથ સ્ટર્નના કહેવા પ્રમાણે સ્ટેરોઈડ એક સસ્તી અને સળતાથી ઉપલબ્ધ થતી દવા છે. અમારા વિશ્લેષણમાં એ વાતની પુષ્ટી થઈ છે કે કોરોનાના ગંભીર કેસમાં આ દવા દર્દીઓને મરવાથી બચાવે છે. આ દવા દરેક ઉંમર અને દરેક વર્ગના લોકો ઉપર કામ કરે છે.

  આ રિકવરી ટ્રાયલ બ્રાઝીલ, ફ્રાન્સ સહિત અનેક દેશોના લોકો ઉપર કરવામાં આવ્યો છે. પ્રોફેસર જોનાથન સ્ટર્ને કહ્યું કે, આ ટ્રાયલના પરિણામો સાથે એક જ વાત સામે આવી છે હાઈડ્રોકાર્ટિસોન પણ ડેક્સામેથાસોન સ્ટેરોઈડની જેમ જ દર્દીઓ માટે લાભદાયી છે. એક્સફોર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર અને રિકવરી ટ્રાયલના ડેપ્યુટી ચીફ ઈન્વેસ્ટીંગેટર માર્ટીન લેન્ડરનું કહેવું છે કે, જ્યારે દર્દીને શ્વાંસ લેવામાં તકલીફ થાય છે ત્યારે તેને વેન્ટિલેટરની રાહ જોયા વગર તેને સ્ટેરોઈડ આપી શકાય છે.

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ પત્નીની ભાળ મેળવવા સાસરી પહોંચેલા પતિનું કારસ્તાન, પેટ્રોલ છાંટી ઘરમાં આગ ચાંપી, સાળી દાઝી

  આ પણ વાંચોઃ-અમદાવાદનો શરમજનક કિસ્સોઃ નિવૃત્ત પોલીસે ચાલુ એક્ટીવા ઉપર પુત્રવધૂ સાથે કર્યા અડપલાં, રસોડામાં પણ કરી હતી નીચ હરકત

  આ દવા પહેલાથી જ વ્યાપક રૂપથી ઉપયોગમાં લેવાઈ રહી છે. મે મહિનામાં આશરે 7-8 ટકા દર્દીઓને ડેક્સામેથાસોન આપવામાં આવી રહી હતી. જેનો ઉપયોગ જૂન મહિના સુધી 55 ટકા સુધી વધી ગયો હતો. હાઈડ્રોકાર્ટિસોનના ટ્રાયલ ઈમ્પિરિયલ કોલેજ લંડનના પ્રોફેસર એથોની ગાર્ડનના નેતૃત્વમાં કરવામાં આવ્યો હતો. આ ટ્રાયલ 88 હોસ્પિટલોના દર્દીઓ ઉપર કરવામાં આવ્યો હતો.

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ નકલી માર્કશીટનું કૌભાંડ ઝડપાયું, બે લોકોની ધરપકડ, જાણો કેટલા રૂપિયામાં મળતી હતી માર્કશીટ?

  પ્રોફેસર એન્થોનીએ કહ્યું કે ઈન્ટેસિવ કેરમાં ઉપયોગ ઈફ્લેમેશન અને ગંભીર સંક્રમણને રોકવા માટે સ્ટેરોઈડનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ અમે જાણીએ છીએ કે ઈમ્યૂન સિસ્ટમને દબાવાનું કામ કરે છે. આ નવા વાયરસની સાથે સ્થિતિ વધારે ખરાબ થઈ શકે છે.

  NHS અને દુનિયાભરના અન્ય હોસ્પિટલોમાં હવે કોરોના વાયરસની ગંભીર દર્દીઓ ઉપર ડેક્સામેથાસોન અને હાઈડ્રોકાર્ટિસોનનો વધારે ઉપયોગ જીવલેણ લાગે છે.
  Published by:ankit patel
  First published:

  Tags: Corona medicine, Coronavirus, COVID-19, Who

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन