રાહતના સમાચાર! કોરોના પોઝિટિવ થનારા લોકોને આ દેશમાં મળશે 94,000 રૂપિયા

પ્રતિકાત્મક તસવીર

સંક્રમિત થયા બાદ અનેક લોકો બે સપ્તાહ સુધી ક્વોરન્ટાઈન અને આઈસોલેટ રહેવું અફોર્ડ નથી કરી શકતા. જેના કારણે તેમની મદદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

 • Share this:
  કેલિફોર્નિયાઃ અત્યારે સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે (coronavirus) હાહાકાર મચાવ્યો છે. ત્યારે અનેક કરોડો લોકો કોરોનાથી સંક્રમિત (corona positive) થઈ ચૂક્યા છે. આવી સ્થિતિ વચ્ચે અમેરિકાના કેલિફોર્નિયાના (California, USA) એક કાઉન્ટીએ નક્કી કર્યું છે કે કોરોના વાયરસથી સંક્રમણની પુષ્ટી થયા બાદ વ્યક્તિને આશેર 94,000 રૂપિયા આપશે. જેના પગલે લોકોને ખાવાનો ખર્ચ, રેન્ટ અને ફોન બીલ ચૂકવવામાં મદદ માટે આ પૈસા આપવામાં આવશે.

  કેલિફોર્નિયાના અલામેડા કાઉન્ટીના સુપરવાઈઝર્સ બોર્ડનું કહેવું છે કે સંક્રમિત થયા બાદ અનેક લોકો બે સપ્તાહ સુધી ક્વોરન્ટાઈન અને આઈસોલેટ રહેવું અફોર્ડ નથી કરી શકતા. જેના કારણે તેમની મદદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

  Los Angeles Timesની રિપોર્ટ પ્રમાણે કાઉન્ટીના બોર્ડે સર્વસમ્મતિથી પાયલટ પ્રોગ્રામ અંતર્ગત કોરોનાની પુષ્ટી થવા પર 94,000 રૂપિયા આપવાનો નિર્ણય કર્યો છે. બોર્ડનું કહેવું છે કે, જે લોકો ટેસ્ટ કરાવવાથી ડરે છે અથવા તો આઈસોલેટ ન થઈ શકે તો વાયરસને રોકવાની યોજના સફળ નહીં થઈ શકે.

  આ પણ વાંચોઃ-સ્કૂલ ફી ભરવા અને પુસ્તકો ખરીદવા માટે યુવતીએ ખાનગી જાસૂસના મોબાઈલ ફોનની કરી ચોરી અને પછી..

  આ પણ વાંચોઃ-કરુણ ઘટના! પુત્ર પ્રાપ્તી માટે તાંત્રિક પાસે ગઈ બે પુત્રીઓની માતા, શરીરમાં ખીલી ઠોકી દેતાં થયું મોત

  આ પણ વાંચોઃ-OMG! આશા છોડી ચૂકી હતી માતા, અપહરણ થયેલો પુત્ર 32 વર્ષે આવી રીતે મળ્યો પાછો

  94 હજાર રૂપિયાની મદદ આપવા માટે વ્યક્તિ સંબંધિત ક્વિનિકમાં ટેસ્ટ કરાવાનો રહેશે. એ પણ જરૂરી છે કે વ્યક્તિને પેઈડ સિક લીવ ન મળી શકતી હોય અથવા ના તો તે બેરોજગારી ભથ્થું તે પહેલાથી પ્રાપ્ત કરી રહ્યો હોય.

  અમેરિકાની અલામેડા કાઉન્ટીને આશા છે કે નવા નિર્ણય બાદ સંક્રમિત થનારા લોકો જાતે આઈસોલેટ થવા માટે પ્રેરિત થશે. આના કારણે વધારે લોકો ટેસ્ટ કરાવવા માટે આગળ આવશે.
  Published by:ankit patel
  First published: