Home /News /world /

કોંગ્રેસ અધ્યક્ષ બન્યા બાદ પહેલીવાર વિદેશ યાત્રા પર રાહુલ, બહરીનમાં NRIને કરશે સંબોધન

કોંગ્રેસ અધ્યક્ષ બન્યા બાદ પહેલીવાર વિદેશ યાત્રા પર રાહુલ, બહરીનમાં NRIને કરશે સંબોધન

રાહુલ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ બન્યા બાદ પહેલી વખત રવિવારે બહરીન જવા માટે રવાના થયા હતાં. બહરીનમાં રાહુલ ગાંધી અનિવાસી ભારતીયોના એક સમ્મેલનમાં ભાગ લેશે. વળી ત્યાં ખાડી દેશના પીએમ શહઝાદે સલમાન બિન હમદ અળ-ખલીફા પણ હાજર રહેશે.

કોંગ્રેસે એક નિવેદન જાહેર કરીને જાણકારી આપી છે. કે રાહુલ ગાંધી 'ગ્લોબલ ઓર્ગેનાઈઝેશન ઓફ પીપુલ ઓફ ઇન્‍ડિયા ઓરિઝિન'(GOPIO) દ્વારા આયોજિત એક કાર્યક્રમના સમાપન સત્રને સંબોધન કરશે.

આ કાર્યક્રમમાં 50 દેશોના પ્રતિનિધિઓ હાજર રહેશે. જે બાદ રાહુલ ગાંધી ભારતીય મુળના વેપારીઓને સંબોધન કરશે.



પોતાના બહરીન પ્રવાસને લઈને રાહુલ ગાંધી ટ્વિટ કર્યું છે. જેમાં લખવામાં આવ્યું છે કે - ' NRI અમારી સૌમ્ય તાકાતના વાસ્તવિક પ્રતિનિધિઓ છે અને વિશ્વમાં આપણા દેશના સંદેશવાહક છે. બહરીનમાં પોતાના દેશવાસિઓ સાથે મુલાકાત કરવા અને તેમને સંબોધન કરવાની આશા રાખુ છું ' (એજન્સી ઇનપુટ સાથે)
First published:

Tags: Bahrain, એનઆરઆઇ, રાહુલ ગાંધી

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन