ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે સૈનિકોને આપ્યો આદેશ, યુદ્ધ માટે તૈયાર રહો, હાઈ એલર્ટ ઉપર રહેવા તાકીદ

નોંધનીય છે કે થોડા સમય પહેલા જ ચીની રાષ્ટ્રપતિએ તેની સૈનાને યુદ્ધ માટે તૈયાર રહેવાનું કહ્યું હતું. જે પછી ત્રીજા વિશ્વ યુદ્ધની આશંકા પણ સેવાઇ હતી. ઉલ્લેખનીય છે કે લદાખ ક્ષેત્રે ચીન અને ભારતની સેના વચ્ચે પણ હાલ તણાવપૂર્ણ સ્થિતિ બનેલી છે. તો બીજી તરફ અમેરિકા સાથે પણ ચીનના સંબંધો વધુને વધુ બગડી રહ્યા છે.

ગુઆંગડોંગ વિસ્તારમાં એક સૈન્ય અડ્ડાની મુલાકાત દરમિયાન શી જિનપિંગ આ વાત કહી હતી. શી જિનપિંગે સૈનિકોને યુદ્ધ માટે તૈયાર રહેવા અને હંમેશા હાઈ એલર્ટની સ્થિતિમાં રહેવા આદેશ કર્યો છે.

 • Share this:
  બીજિંગઃ બીજાની જમીન હડપવા માટે ચીનના માથે ખૂન સવાર થઈ ગયું છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પોતાની સેનાને યુદ્ધ માટે તૈયાર રહેવા માટે કહ્યું છે. ચીનના ગુઆંગડોંગ વિસ્તારમાં એક સૈન્ય અડ્ડાની મુલાકાત દરમિયાન શી જિનપિંગ આ વાત કહી હતી. શી જિનપિંગે સૈનિકોને યુદ્ધ માટે તૈયાર રહેવા અને હંમેશા હાઈ એલર્ટની સ્થિતિમાં રહેવા આદેશ કર્યો છે.

  સાઉથ ચાઈનાના રિપોર્ટ અનુસાર શી જિનપિંગે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, મેં સૈનિકોને કહ્યું કે તમારે તમારા દિમાગ અને પુરી ઉર્જા યુદ્ધની તૈયારી માટે લગાવવું જોઈએ. સાથે સાથે તમારે તમારી ટ્રેનિંગમાં જંગની તૈયાર ઉપર ફોકસ રાખવું જોઈએ. પોતાની ટ્રેનિંગના માપદંડ અને લડાકુ ક્ષમતાઓ વધારો.

  ચીની સૈનિક ખોઈ રહ્યા છે વિશ્વાસ
  આ મહત્વના સમાચાર સીએનએને દુનિયાને આપી છે. તેણે કહ્યું કે સિલસિલેમાં રિપોર્ટ ચીનની સરકારી ન્યૂઝ એજન્સી શિન્હુઆના હવાલેથી પ્રાપ્ત કરી છે. રિપોર્ટમાં જણાવ્યું હતું કે ચીની રાષ્ટ્રપતિના પોતાના સૈનિકોને હાઈ એલર્ટ મોડ ઉપર રહેવા માટે કહ્યું છે. એટલું જ નહીં જિનપિંગે પોતાના ભાડાના ફૌજીઓને સંપૂર્ણ પણે ભરોસેમંદ રહેવા માટે કહ્યું છે. આ વાતથી એ પણ લાગે છે કે ચીની સૈનિક ભારત સાથે યુદ્ધમાં અંદર અંદર પોતાનો વિશ્વાસ ખોઈ રહ્યા છે.

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ સતત ત્રીજા દિવસે સોનું-ચાંદીની કિંમતોમાં થયો ઘટાડો, દિવાળીએ કેટલું સસ્તું થશે સોનું? જાણો આજના નવા ભાવ

  ભારત અને ચીનના વચ્ચે સીમા વિવાદ છઠ્ઠા મહિનામાં પ્રવેશ કરી ચૂક્યો છે.ભારત અને ચીને ખૂબ ઉંચાઈ વચ્ચે ક્ષેત્રોમાં લગભગ એક લાખ સૈનિક તૈનાત કરી રાખ્યા છે. જે લાંબા ગતિરોધમાં ડટે રહેલા માટે તૈયારી છે. ભારતીય સૈનિકોએ 29 અને 30 ઓગસ્ટ રાત્રે પેંગોંગ નદીની દક્ષિણી કિનારે સ્થિત રણનીતિક રૂપથી મહત્વપૂર્ણ ઉંચાઈઓ ઉપર કબ્ઝો કરી લીધો છે. જેનાથી ભારતીય સેનાની સ્થિતિ ખૂબ જ મજબૂત થઈ ગઈ છે. ભારતીય સેનાએ ચીની સેનાના જવાબમાં સીમા ઉપર ટેન્ક અને અન્ય ભારે અસ્ત્રશસ્તર ઉતારી દીધા છે. ઈંધણ, ભોજન અને ઠંડીમાં કામ આવનારી ચીજોની પર્યાપ્ત વ્યવસ્થા કરી છે.

  આ પણ વાંચોઃ-કોડીનારમાં સગીરાને ઘેનની દવા પીવડાવી બનાવી હવસનો શિકાર, BJP નેતા સામે ફરિયાદ, મામા-નાની કરતા હતા મદદ

  આ પણ વાંચોઃ-સુરતનો શરમજનક કિસ્સોઃ રાજસ્થાની વેપારીની પત્નીને ઘેનની દવા પીવડાવી સંબંધીએ કર્યું ગંદું કામ, ફોટો પાડી કરતો હતો બ્લેકમેઈલ

  13 કલાક સુધી ચાલી સાતમાં સ્તરની બેઠકમાં ન નીકળ્યું કોઈ ઠોસ પરિણામ
  ભારત અને ચીનના કોર કમાન્ડર સ્તરની સોમવારે થયેલી બેઠકમાં કોઈ ઠોસ પરિણામ નહીં નીકળ્યું. બંને દેશની વાતચીતે અને આગળ વધારવા ભારત અને ચીન વધારવી જોઈએ. એલએસી ઉપર ટૂંક સમયમાં ડિસઈંગેજમેન્ટ બની શકે છે. પરંતુ ચીનથી આ વચ્ચે ભારતના સીમાવર્તી વિસ્તારમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ ઉપર પોતાની ખીઝ ઉતારી છે.  આશરે 13 કલાક ચાલેલી બેઠક બાદ મંગળવારે બંને દેશોએ રજૂ કરેલા પ્રેસ રિલિઝ રજૂ કરતા કહ્યું કે બંને પક્ષોએ ભારત-ચીન સીમાના પશ્વિમી સેક્ટરમાં ડિસએન્ગેજમેન્ટને લઈને ગહન વિચાર વિમર્શ કર્યું છે.
  Published by:ankit patel
  First published: