જિનપિંગ ફરી આવશે ભારત, બંને દેશો વચ્ચે થયા અનેક મહત્વાના કરાર

News18 Gujarati
Updated: June 10, 2018, 3:50 PM IST
જિનપિંગ ફરી આવશે ભારત, બંને દેશો વચ્ચે થયા અનેક મહત્વાના કરાર
વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, તેમણે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે દ્વિપક્ષીય અને વૈશ્વિક મુદ્દાઓ ઉપર વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે, વુહાનમાં તેમની વચ્ચે થયેલી અનૌપચારિક વાત બાદ થયેલી મુલાકાત ભારત-ચીન મિત્રતાને વધારે મજબૂતાઇ આપશે.

વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, તેમણે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે દ્વિપક્ષીય અને વૈશ્વિક મુદ્દાઓ ઉપર વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે, વુહાનમાં તેમની વચ્ચે થયેલી અનૌપચારિક વાત બાદ થયેલી મુલાકાત ભારત-ચીન મિત્રતાને વધારે મજબૂતાઇ આપશે.

  • Share this:
શનિવારે ચીનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એસસીઓમાં ભાગ લેવા માટે ચીન ગયા હતા જ્યાં તેમણે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી હતી. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, તેમણે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે દ્વિપક્ષીય અને વૈશ્વિક મુદ્દાઓ ઉપર વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે, વુહાનમાં તેમની વચ્ચે થયેલી અનૌપચારિક વાત બાદ થયેલી મુલાકાત ભારત-ચીન મિત્રતાને વધારે મજબૂતાઇ આપશે.

મોદી અને જિનપિંગની બેઠક બાદ ચીન દ્વારા ભારતને બ્રહ્મપુત્ર નદી જળ આવાગમન, વિતરણ અને ગુણવત્તા સંબંધી સૂચનાઓ શેર કરવી તથા ભારતથી ચીનમાં ચોખાની નિકાસ સંબંધી સંમતિ પત્રો ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.

ચીન બ્રહ્મપુત્ર નદીના પ્રવાહની જાણકારી ભારતને આપશે, બિનબાસમતી ચોખા પણ મંગાવશે

ભારત અને ચીનએ બે મહત્વપૂર્ણ સમજૂતી કરાર ઉપર હસ્તાક્ષર કર્યા છે. જેમાં પુરના મોસમમાં બ્રહ્મપુત્ર નદીમાં પાણીના પ્રવાહના સ્તર સાથે સંકળાયેલી જાણકારીઓનું આદાન-પ્રદાન કરશે. જ્યારે બીજા કરાર અંતર્ગત ચીન ભારત પાસેથી બિન બાસમતી ચોખા ખરીદશે. ચીનની ભારતમાંથી ચોખાની આયાત કરવાથી વ્યાપારને સંતુલિત કરવામાં કેટલીક હદ સુધી મદદ મળી શકે છે.ભારતના જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા પુનર્જીવન મંત્રાલય અને ચીનના જળ સંસાધન મંત્રાલય વચ્ચે થયેલા સમજૂતી કરાર અંતર્ગત ચીન દર વર્ષે પૂરના મોસમ એટલે કે 15 મેથી 15 ઓક્ટોબર વચ્ચે બ્રહ્મપુત્ર નદીમાં જળ પ્રવાહ સાથે સંકળાયેલી માહિતી ભારતને આપશે.

શી જિનપિંગે 2019માં ભારતમાં અનૌપચારિક મુલાકત માટે મોદીના આમંત્રણનો કર્યો સ્વીકાર

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે આગામી વર્ષ ભારતમાં વુહાન જેવી અનૌપચારિક મુલાકાત માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણનો સ્વીકાર કર્યો છે. વિદેશ સચિવ વિજય ગોખલે આ અંગે જાણકારી આપી છે. ગોખલેના જણાવ્યા પ્રમાણે બંને દેશોના નેતાઓ વચ્ચે થયેલી બેઠકનું મહત્વપુર્ણ પરિણામ એ રહ્યું કે, 2019માં ભારત આવવા માટે મોદીના આમંત્રણને ચિનના રાષ્ટ્રપતિએ સ્વીકાર કર્યો છે. જોકે, અનૌપચારિક બેઠકની તારીખ હજી સુધી નક્કી નથી.અમારી વાતચીત ભારત-ચીન મિત્રતામાં નવી શક્તિ પ્રદાન કરશે

વુહાન શિખર સંમેલનના આશરે છ સપ્તાહ પછી થયેલી આ બેઠક દરમિયાન બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા અંગે ચર્ચા કરી. વુહાનમાં તેમના દ્વારા કરવામાં આવેલા નિર્ણયોને કાર્યરત કરવાની સમિક્ષા કરી હતી. આ બેઠક શંઘાઇ સહયોગ સંગઠન (એસસીઓ) શિખર સંમેલનમાં થયેલી બંને નેતાઓ વચ્ચેની ચર્ચામાં ડોકલામ ગતિરોધ અને અન્ય મુદ્દાઓથી પ્રભાવિત તેમના સંબંધોમાં વિશ્વાસ દાખવવાના સંકલ્પને દર્શાવે છે.

બેઠક પછી મોદીએ ટ્વીટ કર્યું હતું કે, આ વર્ષના એસસીઓના મેજબાન રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે શનિવારે સાંજે મુલાકત થઇ. અમે દ્વિપક્ષીય અને વૈશ્વિક મુદ્દાઓ ઉપર વિસ્તૃત ચર્ચા કરી. અમારી વાતચીત ભારત-ચીનની મિત્રતામાં નવી શક્તિ પ્રદાન કરશે.
First published: June 10, 2018, 9:01 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading