Home /News /world /અમેરિકાના વિદેશ મંત્રીએ કહ્યું - ચીનના દુનિયાભરમાં પ્રોજેક્ટસ રાષ્ટ્રીય સુરક્ષા માટે મોટો ખતરો

અમેરિકાના વિદેશ મંત્રીએ કહ્યું - ચીનના દુનિયાભરમાં પ્રોજેક્ટસ રાષ્ટ્રીય સુરક્ષા માટે મોટો ખતરો

અમેરિકાના વિદેશ મંત્રીએ કહ્યું - ચીનના દુનિયાભરમાં પ્રોજેક્ટસ રાષ્ટ્રીય સુરક્ષા માટે મોટો ખતરો

ચીન બેલ્ટ એન્ડ રોડ ફોરમનું આયોજન કરી રહ્યું છે તેવા સમયે અમેરિકાના વિદેશ મંત્રીએ આ વાત કહી છે

અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ કહ્યું છે કે દુનિયાના ઘણા દેશોમાં ચીનના કનેક્ટિવિટી પ્રોજેક્ટ (બેલ્ટ એન્ડ રોડ ઇનિશિએટિવ)તે દેશો માટે આર્થિક સહયોગ ઓછો અને રાષ્ટ્રીય સુરક્ષાનો ખતરો વધારે છે. ચીન બેલ્ટ એન્ડ રોડ ફોરમનું આયોજન કરી રહ્યું છે તેવા સમયે અમેરિકાના વિદેશ મંત્રીએ આ વાત કહી છે.

નેશનલ રિવ્યૂ ઇંસ્ટિટ્યૂટના 20019 આઈડિયા સમિટમાં લેખક અને પત્રકાર રિચ લોરી સાથે વાત કરતા માઇક પોમ્પિયોએ કહ્યું હતું કે તે દક્ષિણ ચીન સાગરમાં એટલા માટે આગળ વધી રહ્યા નથી કારણ કે તેમને નેવિગેશનની આઝાદી જોઈએ. દુનિયાભરમાં બંદરગાહ બનાવવા પાછળ તેનો ઉદ્દેશ્ય સારા શિપબિલ્ડર બનવાનો નથી પણ તેના ઘણા પગલાં સંબંધિત દેશો માટે રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલ છે. બેલ્ટ એન્ડ રોડ પહલ (બીઆરઆઈ) સાથે પણ આવું જ છે.

આ પણ વાંચો - આતંકી મસૂદ અંગે અમેરિકા UNSCમાં નવો પ્રસ્તાવ લાવતા અકળાયું ચીન

ઉલ્લેખનીય છે કે ભારતે બીઆરઆઈમાં સીપીઇસીને લઈને ચિંતા વ્યક્ત કરી છે. કારણ કે આ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરથી થઈને જાય છે. આ ત્રણ હજાર કિલોમીટરની પરિયોજનાનો ઉદ્દેશ્ય ચીન અને પાકિસ્તાનને રેલ, રસ્તા, પાઇપલાઇન અને ઓપ્ટિકલ ફાયબર કેબલ નેટવર્કથી જોડવાનું છે.

અમેરિકાના વિદેશ મંત્રીએ કહ્યું છે કે દુનિયા આ ખતરાને લઈને જાગૃત થઈ રહી છે. પોમ્પિયોએ કહ્યું હતું કે મને લાગે છે કે વિશેષ રુપથી એશિયા અને દક્ષિણ-પૂર્વી એશિયા આ ખતરાને લઈને જાગૃત થઈ રહ્યા છે અને મને આશા છે કે વિદેશ મંત્રાલય એ સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.

બીઆઈઆઈ વન બેલ્ટ વન રોડ (ઓબીઓઆર) પણ કહેવામાં આવે છે. ચીનનો દાવો છે કે અબજો ડોલરનો આ પ્રોજેક્ટ એશિયા, આફ્રિકા, ચીન અને યૂરોપ વચ્ચે કનેક્ટિવિટી અને સહયોગને વધારો આપશે. પોમ્પિયોએ ચેતાવણી ભર્યા અંદાજમાં કહ્યું હતું કે ચીનનું આ પગલું અમેરિકા તેના મિત્ર અને સહયોગીયો માટે સુરક્ષાત્મક ખતરો છે.
First published:

Tags: Africa, Chinese, Europe, ચીન

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો