ચીનના સૌથી ધનવાન વ્યક્તિ જેક મા અલીબાબામાંથી થશે નિવૃત્ત

News18 Gujarati
Updated: September 8, 2018, 11:20 AM IST
ચીનના સૌથી ધનવાન વ્યક્તિ જેક મા અલીબાબામાંથી થશે નિવૃત્ત
જેક મા (ફાઇલ તસવીર)

જેક માએ વર્ષ 2013માં અલીબાબાના ચીફ એક્ઝિક્યુટિવ પદેથી રાજીનામું આપી દીધું હતું પરંતુ કંપનીના એક્ઝિક્યુટિવ ચેરમેન પદે ચાલુ રહ્યા હતા.

  • Share this:
બેઇજિંગઃ દુનિયાની પ્રસિદ્ધ ઇ-કોમર્સ કંપની અલીબાબાના સંસ્થાપક તેમજ ચીનના સૌથી ધનવાન વ્યક્તિ જેક માએ જાહેરાત કરી છે કે તેઓ સોમવારે કંપનીમાંથી નિવૃત્ત થશે. તેમણે કહ્યું કે નિવૃત્તિ બાદ તેઓ ભણતર સાથે જોડાયેલું કામ કરશે.

જેક માએ સ્થાપેલી ઇ-કોમર્સ કંપની અલીબાબાની નેટવર્થ 420 બિલિયન અમેરિકન ડોલર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જેક માની નેટવર્થી 40 બિલિયન અમેરિકન ડોલર હોવાનો અંદાજ છે.

વર્ષ 1999માં અલીબાબાની શરૂઆત પહેલા જેક મા અંગ્રેજીના શિક્ષક હતા. ગત સોમવારે 54મો જન્મદિવસ મનાવી ચુકેલા જેક માએ ન્યૂયોર્ક ટાઇમ્સને જણાવ્યું કે, હવે તેઓ કંપનીમાંથી નીકળવાની યોજના બનાવી રહ્યા છે. ઝાંગઝૂ ટીચર્સ કોલેજમાંથી અનુસ્નાતકની પદવી મેળવનારા બીજી યુનિવર્સિટીમાં ભણાવવા માટે જતા હતા. જેક મા જે શહેરમાં ભણાવવા જતા હતા ત્યાં જ અલીબાબાનું હેડક્વાર્ટર છે.

જેક માએ વર્ષ 2013માં કંપનીના મુખ્ય કાર્યકારી અધિકારી પદેથી રાજીનામું આપી દીધું હતું. જોકે, હજુ પણ તેઓ જ કંપનીનો મુખ્ય ચહેરો બની રહ્યા છે. અલીબાબા સાથે જ એન્ટ ફાયનાન્સિયલ માટે કામ કરતા જેક મા કહે છે કે તેઓ બિઝનેસમેન ન બનતા તો એક શિક્ષક હોત. એન્ટ ફાયનાન્સિયલ મોબાઇલ પેમેન્ટ સર્વિસ આપે છે. ચીનના મીડિયાના જણાવ્યા પ્રમાણે જેક માના માતા-પિતાએ ખૂબ જ કપરા દિવસોમાં તેનો અભ્યાસ પૂરો કરાવ્યો હતો.

જેક માએ સીએનએનને જણાવ્યું હતું કે, "પ્રથમ વખત મેં ઇન્ટરનેટનો ઉપયોગ કર્યો. મેં કિબોર્ડને સ્પર્શ કર્યો તો સારું લાગ્યું. આ કંઈક એવું હતું કે જેના પર મને વિશ્વાસ થયો કે આ દુનિયા અને ચીનને બદલવા જઈ રહ્યું છે." જેક માએ અલીબાબા નામની ઇ-કોમર્સ પેઢી શરૂ કરવા માટે મિત્રો પાસેથી રૂ. 60,000 ડોલર ઉધાર લીધા હતા.
First published: September 8, 2018, 11:20 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading