આકાશમાં ત્રણ 'ચાંદ' લગાવશે ચીન, આવી રીતે પૃથ્વીને કરશે રોશન

ચીન અવકાશમાં મોટો કૂદકો મારવાની તૈયારી કરી રહ્યું છે. એક રિપોર્ટ પ્રમાણે 2011 સુધી ચીન આકાશમાં ત્રણ કૃત્રિમ ચાંદ લોન્ચ કરશે.

News18 Gujarati
Updated: October 19, 2018, 9:23 AM IST
આકાશમાં ત્રણ 'ચાંદ' લગાવશે ચીન, આવી રીતે પૃથ્વીને કરશે રોશન
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: October 19, 2018, 9:23 AM IST
ચીન અવકાશમાં મોટો કૂદકો મારવાની તૈયારી કરી રહ્યું છે. એક રિપોર્ટ પ્રમાણે 2011 સુધી ચીન આકાશમાં ત્રણ કૃત્રિમ ચાંદ લોન્ચ કરશે. 2010 સુધી આ પ્રોજેક્ટ તૈયાર થઇ જશે. કૃત્રિમ ચાંદ શીશાથી બનેલા ઉપગ્રહ હશે. જેનાથી ટકરાઇને સૂર્યના કિરણો પૃથ્વી પર પહોંચશે.

એક અધિકારીના જણાવ્યા પ્રમાણે આ યોજના સાથે સંકળાયેલા તમામ ટેક્નિકલ પડકારોને 2020 સુધી પુરા કરી લેવામાં આવશે. અધિકારીઓનું કહેવું છે કે, કૃત્રિમ ચાંદનો પ્રકાશ સ્ટ્રીટ લાઇને બદલવા માટે પુરતો હશે. કૃત્રિમ ઉપગ્રહોને 2022માં લોન્ચ કરવામાં આવશે. ત્યારબાદ ત્રણે ઉપગ્રહોમાં 360 ડિગ્રીની કક્ષામાં એવી રીતે વહેંચવામાં આવશે કે પ્રત્યેક ક્ષેત્રને 24 કલાક પ્રકાશિત રાખી શકાય.

અધિકારીઓનું કહેવું છે કે, "પરિવર્તિત સૂર્યની કરિણો 3600 વર્ગ કિલોમીટરથી 6400 વર્ગ કિલોમીટરના વિસ્તારને કવર કરી શકે છે. આનો પ્રકાશ ચાંદના પ્રકાશ કરતા 8 ગુણો વધારે હોવાની ક્યતા છે."

કૃત્રિમ ચાંદ પ્રાણીઓ અને ઝાડ-છોડના દિવસ રાતના ચક્રમાં અવરોધ નાખવાના અંગે પ્રશ્નના જવાબમાં અધિકારીએ કહ્યું કે, રોશનીની તિવ્રતા અને સમયને એડજસ્ટ કરી શકાશે. પ્રકાશને મીટરની સટીકતાથી કંટ્રોલ કરી શકાશે. જ્યારે કૃત્રિમ ચાંદ ચક્કર લગાવી રહ્યો હશે તો લોકોને માત્ર એક ચમકદાર તારો આકાશમાં દેખાશે.

ઉલ્લેખનીય છે કે, યુએસ અને રશિયામાં માનવ નિર્મિત ચાંદની શોધ કરી હતી. જેનાથી રાતના સમયને સુવિધાજનક બનાવી શખાક. 1990માં રશિયાએ એક ઉપગ્રહ છોડ્યો હતો પરંતુ આ પ્રયોગ સફળ રહ્યો ન્હોતો. ચીન, રશિયા, અમેરિકા, જાપાન અને યુરોપીય સંઘ દરેક અવકાશ ઉર્જા ટેક્નોલોજીમાં પ્રગતિ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
First published: October 19, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...