ચીનમાં 10 લોકોને જાહેરમાં ફાંસી આપવાની અજીબ ઘટના સામે આવી છે. ખાસ વાત તો એ છે કે આ ફાંસીને જોવા માટે લોકોને નિમંત્રણ આપવામાં આવ્યુ હતું. મીડિયા રિપોર્ટસ અનુસાર સમગ્ર ઘટના ગુઆંગડોંગ વિસ્તારની છે. કે જ્યાં કોર્ટના આદેશ બાદ તમામ દોષીતોને ફાંસી આપવામાં આવી હતી.
જેઓને ફાંસી આપવામાં આવી હતી તે તમામ ડ્રગ્સ સાથે જોડાયેલા ગુનામાં સંડોવાયેલા હતાં. જાણકારી અનુસાર આ ફાંસીને જોવા માટે સ્ટેડિયમમાં હજારો લોકો એકઠા થયા હતા. ફાંસી પર લટકાવવામાં આવેલા 10 દોષીતો માંથી 7 ડ્રગ્સ સાથે જોડાયેલા ગુનાનામાં સંડોવાયેલા હતા, જ્યારે 3 હત્યા અને લૂંટના ગુનામાં સંડોવાયેલા હતા.
કોર્ટ દ્વારા સજા સંભાળ્યા બાદ તેને ફાંસી આપવામાં આવી, પરંતુ ફાંસીના 4 દિવસ પહેલા લોકોને જોવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. ફાંસીના દિવસે પોલીસ વાહનમાં તમામને સ્ટેડિયમમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં એક પછી એકને ફાંસી આપવામાં આવી. સ્ટેડિયમમાં બેઠેલા લોકોએ આ ઘટનાને કેમેરામાં કેદ કરી હતી. જે બાદ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
ચીનમાં સૌથી વધારે ફાંસી આપવામાં આવે છે. એક NGOના રિપોર્ટ અનુસાર ગયા વર્ષે લગભગ 2000 લોકોને ફાંસીની સજા આપવામાં આવી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર