હવે પાકિસ્તાનમાં મિલેટ્રી બેસ બનાવવાની તૈયારીમાં ચીન!

ગ્વાદર અને ચાબાહાર પોર્ટ નજીક ચીન પોતાનો મીલેટ્રી બેસ બનાવી ભારત માટે મુશ્કેલીઓ ઉભી કરવા ઈચ્છે છે....

ગ્વાદર અને ચાબાહાર પોર્ટ નજીક ચીન પોતાનો મીલેટ્રી બેસ બનાવી ભારત માટે મુશ્કેલીઓ ઉભી કરવા ઈચ્છે છે....

  • Share this:
ચીન વિદેશમાં બીજો મીલેટ્રી બેસ બનાવવાની તૈયારી કરી રહ્યું છે. પોતાની ટક્નિકલ શક્તિઓને વધારવા માટે ચીને આ વખતે પાકિસ્તાનની પસંદગી કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે બલુચિસ્તાન વિસ્તારમાં ગ્વાદર બંદરગાહ પાસે મીલેટ્રી બેસ બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યું છે. જોકે આ સમાચારને પાકિસ્તાને ફગાવ્યા છે. પાકિસ્તાનનું કહેવું છે કે, ગ્વાદર પાસે ચીન દ્વારા મીલેટ્રી બેસ બનાવવાનો કોઈ પ્રસ્તાવ નથી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ મીલેટ્રી બેસ દ્વારા ચીન રણનૈતિક સમુદ્રી રસ્તાઓ પર પોતાની પકડ વધારે મજબૂત કરવા માંગે છે. ચીને જે વિસ્તારને મિલેટ્રી બેસ માટે પસંદ કર્યો છે, તે વિસ્તાર ઈરાનના ચોબાહાર પોર્ટ અને બલૂચિસ્તાનના ગ્વાદર પોર્ટથી એકદમ નજીકનો છે.

ભારત, ઈરાન અને અફઘાનિસ્તાને મળી વિકસિત કર્યું ચાબહાર પોર્ટ
ચાબહાર પોર્ટને ભારત, ઈરાન અને અફઘાનિસ્તાને ભેગા મળી સંયુક્તરૂપ વિકસિત કર્યું છે. આનો ઉદ્દેશ્ય અફઘાનિસ્તાન અને ભારત વચ્ચે સીધો વ્યાપાર કરવાનો છેત. એવામાં માનવામાં આવી રહ્યું છે કે, ગ્વાદર અને ચાબાહાર પોર્ટ નજીક ચીન પોતાનો મીલેટ્રી બેસ બનાવી ભારત માટે મુશ્કેલીઓ ઉભી કરવા ઈચ્છે છે.
First published: