Home /News /world /

ચીન કરવા માંગતું હતું પાકિસ્તાનનો બચાવ, 7 દિવસ લેટ કરાવ્યું UNSCનું નિવેદન

ચીન કરવા માંગતું હતું પાકિસ્તાનનો બચાવ, 7 દિવસ લેટ કરાવ્યું UNSCનું નિવેદન

ચીન કરવા માંગતું હતું પાકિસ્તાનનો બચાવ, 7 દિવસ લેટ કરાવ્યું UNSCનું નિવેદન

સુત્રોના મતે સુરક્ષા પરિષદના 14 સભ્યો 15 ફેબ્રુઆરીએ નિવેદન જાહેર કરવા તૈયાર હતા પણ ચીને તેની તારીખ વધારી દીધી હતી

  સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે(UNSC)પુલવામાં હુમલા પર નિવેદન જાહેર કરવામાં એક સપ્તાહનો સમય કેમ લીધો તેનું કારણ બહાર આવ્યું છે. શુક્રવારે અધિકારિક સુત્રોએ જણાવ્યું હતું કે ચીન નિવેદનમાં આતંકવાદ શબ્દના ઉલ્લેખનો વિરોધ કરી રહ્યું હતું. આ કારણે UNSCનું નિવેદન આવવામાં એક સપ્તાહનો સમય લાગ્યો હતો.

  સુત્રોના મતે અમેરિકાએ આ મામલે ‘પેન હોલ્ડર’ની જેમ કામ કર્યું હતું અને બધા 15 સભ્યોના અનુમોદન પ્રાપ્ત કરવા માટે ઘણા ફેરફાર કર્યા હતા. આખરે પુલવામાં હુમલાના એક સપ્તાહ પછી સુરક્ષા પરિષદનું નિવેદન સામે આવ્યું હતું.

  ચીન પુલવામાં પર UNSCના નિવેદન પર પાણી ફેરવવાના પ્રયત્ન કરી રહ્યું હતું તો પાકિસ્તાન પ્રયત્ન કરી રહ્યું હતું કે નિવેદન જાહેર ન થાય. સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનની સ્થાયી પ્રતિનિધિ મલીહા લોધી સુરક્ષા પરિષદના અધ્યક્ષને મળી હતી પણ તેનો પ્રયત્ન સફળ થયો ન હતો.

  આ પણ વાંચો - પાકિસ્તાનને જોરદાર ફટકો, આતંકવાદના મુદ્દે UNSCમાં ચીને ભારતને સાથ આપ્યો

  સુત્રોના મતે સુરક્ષા પરિષદના 14 સભ્યો 15 ફેબ્રુઆરીએ નિવેદન જાહેર કરવા તૈયાર હતા પણ ચીને તેની તારીખ 18 ફેબ્રુઆરી સુધી વધારી દીધી હતી. આટલું જ નહીં ચીને નિવેદનમાં ઘણા સંશોધન કરવાની પણ સલાહ આપી હતી. આ મુદ્દાથી પરિચિત એક વ્યક્તિએ કહ્યું હતું કે સુરક્ષા પરિષદ દ્વારા પુલવામાં હુમલાની આંતકવાદના રુપમાં નિંદા પછી પણ ચીને પોતાના વિરોધ યથાવત્ રાખ્યો હતો.

  સુત્રોના મતે ચીન અને પાકિસ્તાનના તમામ પ્રયત્નો છતા સુરક્ષા પરિષદે જમ્મુ કાશ્મીરમાં ભારતીય સૈનિકો પર હુમલાના સંબંધમાં નિવેદન જાહેર કરવા સહમતિ વ્યક્ત કરી હતી.
  Published by:Ashish Goyal
  First published:

  Tags: Pulwama, Pulwama attack, UNSC, આતંકવાદ, ચીન

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन