ચીને સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં જૈશ-એ-મોહમ્મદ પ્રમુખ અને આતંકવાદી મસૂદ અઝહર માટે વીટો ઉપયોગ કરવા પર સ્પષ્ટતા કરી છે. ચીને કહ્યું છે કે જૈશ-એ-મોહમ્મદના પ્રમુખ મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી તરીકે સૂચીબદ્ધ કરવા માટે તેમને ઊંડાણપૂર્વકની તપાસ કરવા માટે વધુ સમય જોઈએ છે.
ચીને ચોથી વાર ભારતને આંચકો આપતા આતંકવાદી મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર થતાં બચાવી લીધો. ભારત છેલ્લા 10 વર્ષથી મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાની માંગ કરી રહ્યું છે.
અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સે 15 સભ્યની સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની પ્રતિબંધ સમિતિથી મૌલાના મસૂદ અઝહર પર દરેક રીતે પ્રતિબંધ લગાવવાની માંગ કરી હતી. આ પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું હતું કે આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના પ્રમુખ મસૂદ અઝહર પર હથિયારોનો વેપાર અને વૈશ્વિક યાત્રાથી જોડાયેલા પ્રતિબંધ લગાવવાની સાથે જ તેની સંપત્તિઓ પણ જપ્ત કરવામાં આવે.
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લૂ કાંગે કહ્યું કે, ચીનનું વલણ સંયુક્ત રાષ્ટ્ર પ્રતિબંધ સમિતિના નિયમો અને પ્રક્રિયાઓના અનુરુપ છે. ટેકનીક પકડ એ સુનિશ્ચિત કરવા માટે છે કે ચીનની પાસે આ મામલાનું અધ્યયન કરવા માટે સમય જોઈએ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર