કપડાઓએ દગાબાજ પ્રેમીની ખાધી 'ચાડી', પ્રેમિકાએ જોરદાર ભેંજુ વાપરીને પકડી BFની પોલ

પ્રતિકાત્મક તસવીર

relationship news: એક મહિલાએ ખૂબ જ ચાલાકીથી પોતાના બોયફ્રેન્ડની (boyfriend) હરકતો જાણીને તેની દગાબાજી દુનિયા સામે ઉઘાડી પાડી છે.

 • Share this:
  Relationship: સામાન્ય રીતે પતિ પત્ની (husband wife relation) કે પછી પ્રેમી પ્રેમિકા વચ્ચે સંબંધ ત્યાં સુધી જ ટકે છે જ્યાં સુધી બંને વચ્ચે વિશ્વાસ (trust) ટકેલો હોય છે. બે પાત્રમાંથી કોઈ એકનો પણ વિશ્વાસ ડગી જાય અને શંકા પેદા થાય ત્યારે સંબંધોમાં ત્રીરાડ (relation beak) પડવાનું શરુ થાય છે. અને ખાસ કરીને સંબંધોમાં જો કોઈ એક પાત્ર પણ બીજા પાત્રને દગો આપવાનું શરૂ કરે છે ત્યારે એ સંબંધો વધારે સમય ટકતા નથી. કેટલીકવાર બે પાત્રો એકબીજાના પાર્ટનરની જાસૂસી (Spying on a partner) કરાવતા હોય છે. અને પોલ પકડવા માટે મહેનત કરતા હોય છે.

  ત્યારે વિશ્વાસઘાત કરનારા પાર્ટનરના કારનામાઓ પરથી પડદો ઉઠાવવો તે કોઈ સરળ કામ નથી. જ્યારે દગાબાજ પોતાનો ગુનો કબૂલે નહીં ત્યારે તો આ કામ ખૂબ જ વધારે કઠિન બની જાય છે. એક મહિલાએ ખૂબ જ ચાલાકીથી પોતાના બોયફ્રેન્ડની હરકતો જાણીને તેની દગાબાજી દુનિયા સામે ઉઘાડી પાડી છે.

  મહિલાએ એક અજાણ્યા ફેશન રિટેલરને મેસેજ કરીને એક એવા ઓર્ડર વિશે પુછ્યું જે થોડા દિવસ પહેલા જ તેના બોયફ્રેન્ડ દ્વારા બુક કરવામાં આવેલો. મહિલાની નજર અચાનક જ તે ઓર્ડરના કન્ફર્મેશન મેઈલ પર પડી હતી. તેના કહેવા પ્રમાણે આજ સુધી તેના બોયફ્રેન્ડે તેને કોઈ કપડાં નથી આપ્યા. આ કારણે તે જાણવા માગતી હતી કે, આખરે તે ડ્રેસ ક્યાં પહોંચ્યો હતો.

  આ પણ વાંચોઃ-Shocking: હોસ્પિટલમાં બાળકને જન્મ આપી રહી હતી પ્રેમિકા, ઘર પર તેની માતા સાથે રંગરેલિયા મનાવતો હતો પ્રેમી

  મહિલાએ પોતાની સ્ટોરી ટિકટોક (tiktok video) પર પણ રજૂ કરી હતી. વીડિયો બનાવતી વખતે તેણે સ્ટોરના ઓનરને પુછ્યું હતું કે, ‘થોડાં મહિનાઓ પહેલા મેં મારા બોયફ્રેન્ડના ઈ મેઈલ પર તમારા સ્ટોરનો કન્ફર્મેશન મેઈલ જોયો હતો. તેણે આજ સુધી મને કોઈ કપડાં નથી આપ્યા તો તમે મહેરબાની કરીને મને જણાવશો કે તે ડ્રેસ આખરે ક્યાં મોકલવામાં આવ્યો છે.’

  આ પણ વાંચોઃ-સુરતઃ તાલીબાની સજાનો live video, મોબાઈલ ચોરને લોકોએ રંગે હાથે પકડીને માર્યો ઢોર માર

  સ્ટોરની માલિકણે પોતે પ્રાઈવેસીના કાયદાને અનુલક્ષીને કોઈ ગ્રાહકનું સ્થાનિક એડ્રેસ શેર ન કરી શકે તેમ જણાવ્યું હતું. જોકે તેણે તે આઈટેમ વલેરી નામની યુવતીને મોકલવામાં આવી હોવાનું જણાવ્યું હતું. આ નામ સાંભળતા જ તે મહિલાના પગ તળેથી જમીન ખસી ગઈ હતી કારણ કે, તે તેની બેસ્ટ ફ્રેન્ડ હતી.

  આ પણ વાંચોઃ-વલસાડઃ મહિલાને માર મારતો live video, બાળક ચોરની આશંકાએ મહિલા ઉપર તૂટી પડ્યું લોકોનું ટોળું

  આ વીડિયોના કોમેન્ટ સેક્શનમાં લોકો તે મહિલાના બોયફ્રેન્ડને ઘણું બધું સંભળાવ્યું હતું. જોકે કેટલાક આશાવાદી લોકોએ તે તેના માટેનું સરપ્રાઈઝ હોઈ શકે તેવો મત પણ વ્યક્ત કર્યો હતો.
  Published by:ankit patel
  First published: