જ્યારે બિલાડીએ હાઇજેક કર્યો ફેશન શો, મોડલ્સને બતાવ્યું અસલી 'કેટ વોક'

ફેશન શોની તસવીર

તાજેતરમાં જ એક બિલાડીએ પોઝ આપીને લોકોને માથું ખંજવાડવા માટે મુજબુર કરી દીધા હતા.

 • Share this:
  ભલે તમે આ વાતને ન માનો પરંતુ બિલાડીઓ પોતાનામાં જ ખાસ હોય છે. તાજેતરમાં જ એક બિલાડીએ પોઝ આપીને લોકોને માથું ખંજવાડવા માટે મુજબુર કરી દીધા હતા. વાત જાણે એમ છે કે એક બિલાડી ફેશન શોમાં ઘુસી ગઇ હતી અને લોકોને અસલી કેટ વોક બતાવવા લાગી હતી.

  ઉલ્લેખનીય છે કે, ઇસ્તાંબુલમાં એક ફેશન શો દરમિયા જ્યારે મોડલ રેમ્પ ઉપર ઉતરી ત્યારે એક બિલાડી આવી પહોંચી હતી. તેણે મોડલ પાસેથી સંપૂર્ણ લાઇમલાઇન છીનવી લીધી હતી. જોકે, એ જાણી ન શકાયું કે બિલાડી ક્યાંથી અંદર આવી હતી. પરંતુ તેણે એ કર્યું જે તે સૌથી સારી રીતે કરી શકતી હતી. અને એ હતું કેટ વોક

  એક ઇસ્ટ્રાગ્રામ યુઝર્સે આ સંપૂર્ણ ઘટના વીડિયોમાં કેદ કરી લીધી હતી. જેથી દુનિયા જાણી શકે કે છેટે કેટવોક વાસ્તવિક્તા બની ગઇ.  વીડિયોમાં જોઇને લાગે છે કે, જાણે બિલાડીએ ઓડિશન આપવાનું નક્કી કરી લીધું હોય. તે પ્રતિસ્પર્ધી મોડલથી ઇર્ષા કરી રહી છે. જ્યારે મોડલ રેમ્પવોક ઉપર રહી હતી. ત્યારે તેના ઉપર પંજો લગાવ્યો અને પોઝ પણ આપ્યો હતો.
  Published by:ankit patel
  First published: