પાકના કાનૂન મંત્રાલયે ઇમરાન ખાનને કહ્યું - ICJમાં ના લઈ જઈ શકીએ કાશ્મીર મુદ્દો!

News18 Gujarati
Updated: September 14, 2019, 7:57 AM IST
પાકના કાનૂન મંત્રાલયે ઇમરાન ખાનને કહ્યું - ICJમાં ના લઈ જઈ શકીએ કાશ્મીર મુદ્દો!
પાકના કાનૂન મંત્રાલયે ઇમરાન ખાનને કહ્યું - ICJમાં ના લઈ જઈ શકીએ કાશ્મીર મુદ્દો!

પાકિસ્તાનને દરેક મોરચે નિરાશા હાથ લાગી રહી છે

  • Share this:
કાશ્મીર મામલા (Kashmir Issue) પર પાકિસ્તાન (Pakistan)સતત આંતરરાષ્ટ્રીય સંસ્થાઓનો દરવાજા ખખડાવી રહ્યું છે. પાકિસ્તાન આ મામલે દુનિયાભરમાં ભારતને નીચું બતાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. જોકે પાકિસ્તાનને દરેક મોરચે નિરાશા હાથ લાગી રહી છે. પાકિસ્તાનના કાનૂન મંત્રાલયે શુક્રવારે પ્રધાનમંત્રી ઇમરાન ખાન(Imran Khan)ને કહ્યું કે પાકિસ્તાનની સરકાર કાશ્મીર મામલાને ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (International Court of Justice)માં લઈ જઈ શકે નહીં.

કાનૂન મંત્રાલયે કહ્યું હતું કે પાકિસ્તાન આ મામલાને સીધો આઈસીજે (ICJ)લઈ જઈ શકે નહીં કારણ કે ભારત (India) અને પાકિસ્તાન વચ્ચે એવી કોઈપણ સમજુતી નથી. પાકિસ્તાનના કાનૂન મંત્રાલયે સરકારને સલાહ આપી છે કે તે આ મામલાને સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (United Nations General Assembly) કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (United Nations Security Council)માં તો ઉઠાવી શકે છે. જ્યાંથી આઈસીજેમાં મોકલી શકાય છે. પાકિસ્તાનના કાનૂન મંત્રાલયે આ જવાબ ઇમરાન સરકારના તે સવાલ પછી આપ્યો છે જેમાં પુછવામાં આવ્યું હતું કે કાશ્મીર મામલાને આઈસીજેમાં મોકલવાનો સૌથી ટુંકો રસ્તો કયો છે.

આ પણ વાંચો - POKમાં ઇમરાન ખાને યુવાઓને ઇસ્લામના નામે ભારતમાં ઘૂસણખોરી માટે ઉફસાવ્યા

પાકિસ્તાન આ પહેલા પણ પોતાના ઘરમાં આવી સ્થિતિનો સામનો કરવો પડ્યો છે. આ પહેલા પાકિસ્તાનના ગૃહમંત્રીએ કબુલ કર્યું હતું કે પાકિસ્તાન કાશ્મીર મુદ્દા પર આંતરરાષ્ટ્રીય જગતનો વિશ્વાસ હાંસલ કરવામાં નિષ્ફળ રહ્યું છે. એજાજ અહમદ શાહના મતે પાકિસ્તાનના બધા પ્રયત્નો છતા આખી દુનિયા ભારત ઉપર જ વિશ્વાસ કરે છે. પાકિસ્તાન દુનિયાભરમાં શરમજનક સ્થિતિમાં મુકાયું છે.
First published: September 13, 2019, 9:13 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading