મોદી સરકારનો મોટો નિર્ણય, 100 ટકા FDIને આપી મંજૂરી, વધશે હવે રોજગારી

kiran mehta | News18 Gujarati
Updated: January 10, 2018, 2:03 PM IST
મોદી સરકારનો મોટો નિર્ણય, 100 ટકા FDIને આપી મંજૂરી, વધશે હવે રોજગારી
એફડીઆઈથી દેશની સ્થાનિક અર્થવ્યવસ્થામાં નવી પૂંજી, નવી ઔદ્યોગીક ટેક્નોલોજી અને રોજગારના માર્ગ ખુલે છે અને આ રીતે મોટો ફાયદો થાય છે...

એફડીઆઈથી દેશની સ્થાનિક અર્થવ્યવસ્થામાં નવી પૂંજી, નવી ઔદ્યોગીક ટેક્નોલોજી અને રોજગારના માર્ગ ખુલે છે અને આ રીતે મોટો ફાયદો થાય છે...

  • Share this:
સિંગલ બ્રેંડ રિટેલ કંપનીઓમાં હવે ઓટોમેટિક રૂટ દ્વારા 100 ટકા વિદેશી રોકાણને મંજૂરી આપી દેવામાં આવી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજવામાં આવેલ કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સિવાય એવિએશન અને કન્સ્ટ્રક્શન સેક્ટરમાં પણ એફડીઆઈના નિયમોને છૂટ આપવામાં આવી છે. આના કારણે હવે આ સેક્ટરમાં રોકાણ વધશે. આ સાથે વિદેશી કંપનીઓ ભારતમાં સરળતાથી રોકાણ કરી શકશે. જેથી નવા રોજગાર ઉભા જશે.

શું છે નવો નિર્ણય
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અધ્યક્ષતામાં યોજવામાં આવેલ બેઠકમાં એફડીઆઈ નિયમોને લી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. નવા નિર્ણય મુજબ સિંગલ બ્રેંડ રિટેલમાં ઓટોમેટિક રૂટથી 100 ટકા એફડીઆઈને મંજૂરા આપવામાં આવી છે. આ પહેલા એફડીઆઈ માટે સરકારની મંજૂરા લેવી પડતી હતી, પરંતુ હવે તમામ શરતો પૂરી કરવા પર કેબિનેટ પાસે મંજૂરી નહીં લેવી પડે. જો સરળ શબ્દોમાં સમજીએ તો રોકાણ કરવાની પ્રક્રિયા સરળ બનાવી દેવામાં આવી છે.

આનાથી શું થશે
વીએમ પોર્ટફોલિયોના હેડ, વિવેક મિત્તલે ન્યૂઝ18 સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આ નિર્ણયથી રિટેલ કંપનીઓ માટે મોટી રાહત રહેશે. સિંગલ બ્રેંડ રિટેલમાં 100 ટકા એફડીઆઈ તો પહેલા હતી, પરંતુ ઓટોમેટિક રૂટ દ્વારા રોકાણને મંજૂરી મળવાથી કંપનીઓને રોકાણ કરવું સરળ બની રહેશે. વિદેશી કંપનીઓ હવે ભારતમાં કોઈ પણ કંપનીને સરળતાથી ખરીદી શકશે. સાથે, તેનો વિસ્તાર કરવા માટે તેને સરકારની મંજૂરી નહીં લેવી પડે. જેથી હવે નવા પ્લાંટ પણ લાગશે અને રોજગારના નવા અવસર પણ ઉભા થશે.

એફડીઆઈનો ફાયદોએફડીઆઈથી વિદેશી રોકાણકાર અને રોકાણ મેળવવા માંગતા દેશ, બંનેને ફાયદો થાય છે. રોકાણકારને દેશ નવા બજારમાં પ્રવેશ આપવાનો અને નફો મેળવવાનો મોકો આપે ચે, વિદેશી રોકાણકારોને ટેક્સમાં છૂટ, સરળ નિયમો, લોન પર ઓછું વ્યાજ દર, આવી કેટલીક બાબતોથી તેમને ખુશ કરી શકાય છે. એફડીઆઈથી દેશની સ્થાનિક અર્થવ્યવસ્થામાં નવી પૂંજી, નવી ઔદ્યોગીક ટેક્નોલોજી અને રોજગારના માર્ગ ખુલે છે અને આ રીતે મોટો ફાયદો થાય છે.
First published: January 10, 2018, 2:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading