Home /News /world /

Viral: મહિલાએ Emergency Number પર ફોન કરીને ઓર્ડર કર્યો 'પિઝા', સ્માર્ટ ઓપરેટર સમજી ગયો ઈશારો!

Viral: મહિલાએ Emergency Number પર ફોન કરીને ઓર્ડર કર્યો 'પિઝા', સ્માર્ટ ઓપરેટર સમજી ગયો ઈશારો!

છોકરીએ ઈમરજન્સી નંબર પર ફોન કર્યો પણ સામેથી પિઝા ઓર્ડર કરવા લાગી

Woman Orders Pizza on Emergency Number : બસમાં બેઠેલી મહિલાએ ઈમરજન્સી નંબર (Emergency Number) પર કોલ કર્યો અને પોતાના માટે પિઝા (Pizza) ઓર્ડર કરવા લાગી. બસમાં બેઠેલા લોકો સમજી ન શક્યા પણ ઓપરેટર તેના દિલની વાત જાણી લીઘી.

    જો ઈમરજન્સી નંબર (Emergency Number) પર કોલ કરવામાં આવે તો સામેની વ્યક્તિ મુશ્કેલીમાં મુકાય તેવી શક્યતા છે. કલ્પના કરો કે જો કોઈ ઈમરજન્સીમાં ઉપયોગમાં લેવાતા નંબર પર ફોન કરે અને પિઝા (Pizza) -બર્ગર માંગવાનું શરૂ કરે તો, તો ઓપરેટર ગુસ્સે થઈ જશે. જો કે, એક બ્રિટિશ ઈમરજન્સી સર્વિસ ઓપરેટર આ બાબતે ગુસ્સે થયા નહિ અને સામેથી કોલ કરનાર યુવતી (Smart Operator Gets the Hint Of Caller)ના દિલની વાત સમજી ગયા.

    ઘણી વખત એવું બને છે કે કોઈ વ્યક્તિ જોખમમાં હોય અને ઈમરજન્સી નંબર પર કોલ કરીને પોતાની સમસ્યા જણાવે છે. વિચારો કે જો કોઈ એવી પરિસ્થિતિ હોય કે તમારા મનની વાત કરવામાં જોખમ હોય તો શું કરવું જોઈએ? બ્રિટનમાં એક છોકરી સાથે પણ આવું જ થયું અને તેણે ઇમરજન્સી નંબર પર ફોન કર્યો પણ સામેથી પિઝા ઓર્ડર કરવા લાગી.

    છોકરીને પિઝા નહિ જોઈતી હતી મદદ
    આ ઘટના નોર્થ યોર્કશાયર પોલીસે તેના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી શેર કરી છે. તેણે કહ્યું કે તેને એક છોકરીનો ફોન આવ્યો અને તે સામે એવું વર્તન કરી રહી હતી કે જાણે તે કોઈ પિઝા ડિલિવરી કંપની સાથે વાત કરી રહી હોય.



    આ પણ વાંચો: સમુદ્રના ઉંડાણમાંથી મળી આવ્યુ વિચિત્ર જીવ, ડ્રેગન છે કે માછલી વિચારમાં પડી ગયા લોકો?

    ફોન એટેન્ડ કરી રહેલા ઓપરેટરે સેકન્ડોમાં જ તેનો ઈશારો સમજી લીધો અને છોકરીને માત્ર હા કે નામાં જવાબ આપવા કહ્યું. સૌથી પહેલા તેણે છોકરીને પૂછ્યું - શું તે કોઈ મુશ્કેલીમાં છે? જ્યારે છોકરીનો જવાબ હામાં હતો, ત્યારે તેને એ જાણવામાં વધુ સમય ન લાગ્યો કે તેને બસમાં સહ-મુસાફરથી ખતરો છે.

    આ પણ વાંચો: અનોખું મધ જેનો સ્વાદ મીઠો નથી પણ છે કડવો ! 2,000 વર્ષથી ચાલી રહ્યું છે ‘સંજીવની બુટી’નું ઉત્પાદન!

    પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી
    જ્યાં સુધી મહિલા બોલતી રહી ત્યાં સુધી પોલીસે ઓનલાઈન ટ્રેકર પરથી બસને ટ્રેસ કરી અને તેના માટે એક ટીમ મોકલી. ત્યારબાદ યુવતીને ધમકી આપનાર 40 વર્ષીય આધેડની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં પોલીસ દ્વારા આ વ્યક્તિને છોડી દેવામાં આવ્યો હતો અને મહિલાને સુરક્ષિત ઘરે લઈ જવામાં આવી હતી. નોર્થ યોર્કશાયર પોલીસ વતી ટ્વિટર પર આ ઘટનાને શેર કરતા કહેવામાં આવ્યું છે કે 'પીઝા ઓર્ડર કરવા માટેનો કૉલ મદદ માટે વિનંતી હોઈ શકે છે'.
    Published by:Riya Upadhay
    First published:

    Tags: BRITAIN, Emergency, Viral news, World news

    આગામી સમાચાર