Home /News /world /

અમારા કરદાતાઓના દાનની રકમ ભારતે પ્રતિમા બનાવવામાં વાપરીઃ UK મીડિયા

અમારા કરદાતાઓના દાનની રકમ ભારતે પ્રતિમા બનાવવામાં વાપરીઃ UK મીડિયા

31 ઓક્ટોબરે સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું પીએમ મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો વિવાદ હવે સાત સમંદર પાર પહોંચી ગયો છે.

  સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો વિવાદ હવે સાત સમંદર પાર પહોંચી ગયો છે. બ્રિટિશ મીડિયાએ કહ્યું છે કે બ્રટિશ કરદાતાઓએ 1.17 બિલિયન પાઉન્ડ (આશરે 1100 કરોડ)નું દાન ભારતમાં કર્યું હતું જેનો ઉપયોગ ભારતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાં બનાવવામાં કર્યો.

  ડેઇલી મેઇલમાં છપાયેલ આર્ટિકલમાં કહેવામાં આવ્યું છે કે સ્ટેચ્યૂ ઓફ યુનિટી 56 મહિનામાં 330 મિલીયન પાઉન્ડનું સ્ટેચ્યૂ તૈયાર થયુ છે જેમાં બ્રિટનના કરદાતાઓએ 1.17 બિલિયનનું દાન કર્યું છે.

  ડેઇલી મેઇલના આંકડાઓ પ્રમાણે વર્ષ 2012માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આ પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરાયું ત્યારે બ્રિટનના કરદાતાઓ દ્વારા 300 મિલિયન પાઉન્ડ (અંદાજે રૂ. 283 કરોડ)નું દાન આપવામાં આપવામાં આવ્યું હતું. વર્ષ 2013માં 268 મિલિયન પાઉન્ડ (અંદાજે રૂપિયા 253 કરોડ) જે પછી વર્ષ 2014માં 278 મિલિયન પાઉન્ડ (અંદાજે રૂપિયા 278 કરોડ), વર્ષ 2015માં 185 મિલિયન પાઉન્ડ અને ત્યારબાદ વર્ષ 2016-17માં રૂપિયા 200 કરોડથી વધુનું દાન આપવામાં આવ્યું હતું.

  ગત ગુરૂવારે, 1 નવેમ્બરે ટોરે એમપી પીટર બોને ડેઇલી મેઇલને કહ્યું હતું કે, '' અમારી પાસેથી 1.1 બિલિયન પાઉન્ડ (રૂ. 1100 કરોડ)ની સહાય લેવી અને કુલ 330 મિલિયન પાઉન્ડ (રૂ. ૩ હજાર કરોડ)ની રકમ ફક્ત સ્ટેચ્યુ પાછળ વાપરવી તે અયોગ્ય છે. આનાથી તે પૂરવાર થાય છે કે અહીંથી તેમને જે મદદ જાય છે તે કઇ રીતે વાપરે તે તેમની પર છે પરંતુ તેનાથી સ્પષ્ટ થાય છે કે તેઓ આ સ્ટેચ્યૂ જો પરવડતુ હોય તો અમારે તેમને મદદ કરવાની જરૂર નથી."
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: BRITAIN, Statue of unity, World's tallest statue

  આગામી સમાચાર