બ્રિટને બદલી ઇમિગ્રેશન પોલિસીઃ ભારતીય વિદ્યાર્થીઓને સૌથી વધુ નુકશાન

News18 Gujarati
Updated: June 16, 2018, 9:51 PM IST
બ્રિટને બદલી ઇમિગ્રેશન પોલિસીઃ ભારતીય વિદ્યાર્થીઓને સૌથી વધુ નુકશાન

  • Share this:
બ્રિટનની સરકારે દેશની યુનિવર્સિટીમાં વિઝા એપ્લિકેશન પ્રક્રિયાને સરળ બનાવવા માટે કેટલાક ફેરફાર કર્યા છે, નવી બનાવવામાં આવેલી પ્રક્રિયામાં ભારતીય વિદ્યાર્થીઓને અલગ કરી દેવામાં આવ્યા છે, સરકારના આ નિયમની ખૂબ જ આલોચના થઇ રહી છે, દેશની ઇમિગ્રેશન પોલિસીમાં ફેરફારના રિપોર્ટને સંસદમાં રજૂ કરવામાં આવ્યો હતો, બ્રિટનના ગૃહમંત્રાયલે અંદાજે 25 દેશના વિદ્યાર્થીઓ માટે ટીયર-4 વિઝા શ્રેણીને વધુ સરળ બનાવવાની જાહેરાત કરી હતી.

નવી સરળ પોલિસીમાં અમેરિકા, કેનેડા અને ન્યૂઝિલેન્ડ જેવા દેશ પહેલા જ સામેલ હતા, હવે ચીન, બહરીન અને સર્બિયા જેવા દેશને પણ સામેલ કરવામાં આવ્યા છે, આ દેશના સ્ટુડેન્ટ્સને બ્રિટનની યુનિવર્સિટીમાં એડમિશન લેવા માટે સરળતા રહેવાની સાથે નાણાંકીય અને અંગ્રેજી જેવી ભાષા પર પરીક્ષાની તપાસમાં પણ રાહત મળશે.

યુકે કાઉન્સિલ ફોર ઇન્ટરનેશનલ સ્ટુડેન્ટ અફેયર્સના અધ્યક્ષ લાર્ડ કરણ બિલમોરિયાએ સરકારના આ નિર્ણયને ભારતનું અપમાન ગણાવ્યું છે, તેઓએ કહ્યું કે આ ઇમિગ્રેન્ટ્સને લઇને બ્રિટનના આર્થિક નિરક્ષરતા અને પ્રતિકુલ વ્યવહારનું વધુ એક ઉદાહરણ છે.

નેશનલ ઇન્ડિયન સ્ટુડેન્ટ્સ એન્ડ અલન્માઇ યુનિયન યુકેએ યાદીમાંથી ભારતના બહિષ્કાર પર નિરાશા વ્યક્ત કરી છે, જેમાં કહેવામાં આવ્યું કે ભારતીય વિદ્યાર્થીને સૌથી વધુ નુકશાન થશે, યુકેમાં ભારતીય વિદ્યાર્થીઓના પ્રતિનિધિ નિકાયએ કહ્યું કે ભારતીય વિદ્યાર્થી સાથે યાદીમાં ચીની અથવા અન્ય નાગરિકો કરતાં અલગ વ્યવહાર કરવો અયોગ્ય છે, એ ધ્યાન રાખવું મહત્વપૂર્ણ છે કે બ્રિટનની જાહેરાતથી ભારતીય વિદ્યાર્થી માટે કોઇ બદલાવ કરવામાં આવ્યો નહીં, પરંતુ તેનાથી ભારતીય વિદ્યાર્થીમાં જે ધારણા બની તે ચિંતાનું કારણ છે.

ગત સપ્તાહે બ્રિટનમાં ભારતીય ઉચાયુક્ત વાઇ કે સિન્હાએ યુકેની યુનિવર્સિટીના મંત્રી સેમ ગ્યામાં સાથે બેઠક કરી, જે દરમિયાન તેઓએ ફરીથી બંને દેશો વચ્ચે સૂમેળભર્યા અને વધુ વિદ્યાર્થીોનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ દુર્ભાગ્યપૂર્ણ છે કે છેલ્લા છ વર્ષમાં બ્રિટન જતા ભારતીય વિદ્યાર્થીઓમાં ઘટાડો નોંધાયો છે. સિન્હા અગાઉ પણ કહી ચૂક્યા છે કે ભારતીય વિદ્યાર્થી હવે અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને ફ્રાંસ જેવા દેશમાં જઇ રહ્યાં છે.
First published: June 16, 2018
વધુ વાંચો
अगली ख़बर