OMG! લગ્નમાં હસતા-ગાતા રહે મહેમાનો એટલે કન્યાએ ભોજનમાં ભેળવી ભાંગ, પછી થયુ કંઈક આવુ..
OMG! લગ્નમાં હસતા-ગાતા રહે મહેમાનો એટલે કન્યાએ ભોજનમાં ભેળવી ભાંગ, પછી થયુ કંઈક આવુ..
મહેમાનોને નશો કરાવવાની ચાહમાં ખવડાવી ભાંગ ગાંજો
ફ્લોરિડા (Florida)માં રહેતી એક મહિલાને તેના લગ્ન (Wedding)માં કંટાળો ઈચ્છતી ન હતી. તે ઈચ્છતી હતી કે મહેમાનો આનંદ માણે. પોતાના લગ્નને આનંદપ્રદ બનાવવા માટે, તેણે કોઈ પણ મહેમાનને જાણ કર્યા વિના ભોજનમાં ભાંગ (bhang in wedding food) ભેળવી દીધી.
લગ્ન (Wedding) એ એક એવો પ્રસંગ છે જ્યારે લોકો ખૂબ જ મસ્તી કરતા હોય છે. આ દરમિયાન વર-કન્યા બંને તરફથી ખૂબ જ મસ્તી કરવામાં આવે છે. દરેક વર-કન્યાની ઈચ્છા હોય છે કે તેમના લગ્ન યાદગાર બને. ઘરે આવેલા મહેમાનો ખૂબ આનંદ કરે અને દરેક ખુશીથી વિદાય લે. પરંતુ ફ્લોરિડા (Florida)માં રહેતી એક મહિલાએ પોતાના લગ્નને યાદગાર બનાવવા માટે જે કર્યું, તેણે બધાને ચોંકાવી દીધા. તેના લગ્નમાં આવેલા મહેમાનો કંટાળાજનક ન બને તે માટે તેણે દરેકના ભોજનમાં ભાંગ (bhang in wedding food) ભેળવી.
દુલ્હન દન્યા ગ્લેની અને જે તેમના લગ્નમાં કેટરિંગ કરી રહ્યા હતા જોસલિન બ્રાયન્ટ તેમની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. દન્યાએ 19 ફેબ્રુઆરીએ લગ્ન કર્યા હોવા છતાં, તેણી અને તેના કેટરરની આ અઠવાડિયે જ ધરપકડ કરવામાં આવી હતી.
એનબીસી ન્યૂઝ અનુસાર, બંને પર લોકોને જાણ કર્યા વિના તેમના ખોરાકમાં ગાંજો ઉમેરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે લગ્નમાં આવેલા મહેમાનોને ભોજનમાં ભાંગના મિશ્રણની જાણ નહોતી. જેના કારણે આ ખોરાક ખાધા બાદ ઘણા લોકો બીમાર પડી ગયા હતા.
50 મહેમાનોની તબિયત બગડી
સેમિનોલ કાઉન્ટી શેરિફ ઓફિસ તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે લગ્નમાં ઘણા મહેમાનો આવ્યા હતા. જેમાંથી 50 જેટલા લોકોએ ખોરાક ખાધા બાદ તબિયત ખરાબ હોવાની ફરિયાદ કરી હતી. ભોજનમાં મીટબોલ્સ, સીઝર સલાડ, ઓલિવ ઓઈલ સાથેની બ્રેડ અને હર્બ ડીપ સાથે પીરસવામાં આવ્યું હતું. ઘણા મહેમાનોએ ફરિયાદ કરી હતી કે ભોજન ખાધા પછી તેમને પેટમાં દુખાવો થવા લાગ્યો અને તેમને ઉલ્ટી થવા લાગી.
આ લગ્નમાં આવેલી એક મહેમાન મિરાન્ડા કાડીએ જણાવ્યું કે, તેણે ભોજન ખાધું કે તરત જ તેને લાગ્યું કે તેને હાર્ટ એટેક આવ્યો છે. તેના ધબકારા વધી ગયા હતા અને તે દિવસે ઘરે જતા પહેલા તે કારમાં જ સૂઈ ગઈ હતી. જ્યારે ડિટેક્ટીવે લગ્નના ભોજનનું પરીક્ષણ કર્યું ત્યારે તેમને જાણવા મળ્યું કે તેમાં ભાંગ ભેળવવામાં આવી હતી. હવે બે મહિના પછી પોલીસે દુલ્હન અને તેના કેટરરની ધરપકડ કરી છે.
Published by:Riya Upadhay
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર