Home /News /world /

જાહેરમાં અડપલાં કરનારને મહિલાએ એવો પાઠ ભણાવ્યો કે તે જિંદગીભર નહીં ભૂલે!

જાહેરમાં અડપલાં કરનારને મહિલાએ એવો પાઠ ભણાવ્યો કે તે જિંદગીભર નહીં ભૂલે!

બ્રાઝિલની એક મહિલાનો વીડિયો હાલમાં ઇન્ટરનેટ પર વાઇરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં મહિલા એક વ્યક્તિનાં પ્રાઇવેટ પાર્ટ પર પગ રાખીને ઉભી છે અને બાદમાં તે ભર બજારે તેનાં સ્તન તે વ્યક્તિનાં મોઢે ઘસતી બતાવવામાં આવી છે.

બ્રાઝિલની એક મહિલાનો વીડિયો હાલમાં ઇન્ટરનેટ પર વાઇરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં મહિલા એક વ્યક્તિનાં પ્રાઇવેટ પાર્ટ પર પગ રાખીને ઉભી છે અને બાદમાં તે ભર બજારે તેનાં સ્તન તે વ્યક્તિનાં મોઢે ઘસતી બતાવવામાં આવી છે.

રિઓ: બ્રાઝિલની એક મહિલાનો વીડિયો હાલમાં ઇન્ટરનેટ પર વાઇરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં મહિલા એક વ્યક્તિનાં પ્રાઇવેટ પાર્ટ પર પગ રાખીને ઉભી છે અને બાદમાં તે ભર બજારે તેનાં સ્તન તે વ્યક્તિનાં મોઢે ઘસતી બતાવવામાં આવી છે. જાહેરમાં વારંવાર છેડતીથી કંટાળેલી આ મહિલાએ સેક્સુઅલ હરેસ્મેન્ટનો વિરોધ કરવા માટે આ પગલું ભર્યુ હતું.

બ્રિટિશ પેપર ડેઇલી મેલનું માનીયે તો આ મહિલા બજારમાં લિફલેટ એટલે કે ફ્લેયર્સ વેચવાનું કામ કરતી હતી. તે સમયે એક વ્યક્તિ વારંવાર જાહેરમાં તેને અડપલા કરી રહ્યો હતો. આ ઘટનાથી મહિલાએ હદે રોષે ભરાઇ ગઇ કે તેણે આ વ્યક્તિને જોરથી ધક્કો માર્યો અને તેનાં પ્રાઇવેટ પાર્ટ પર પગ મુકીને ઉભી રહી ગઇ. અને જોર જોરથી કહેવા લાગી કે, હું જાહેરમાં તારી ગંદી હરકતોથી ત્રાસી ગઇ છું. હું અહીં મારુ કામ કરુ છું. તો બીજી આરોપી મહિલા તરફ તેને છોડી દેવા માટે આજીજી કરતો રહ્યો અને કહેવા લાગ્યો કે હું તો મારી પત્ની સાથે શોપિંગ કરવા આવ્યો હતો મે કંઇ ખોટી હરકત નથી કરી.



આરોપીની આજીજી સામે પણ મહિલાનો રોષ શાંત ન થયો અને તેણે આરોપીને ખુબ બધા લાફા ઝીંકી દીધા અને કહેવા લાગી, ''હું એક સેક્સ ઓબ્જેક્ટની જેમ ટ્રિટ થવું છું જે વાતથી હું કંટાળી ગઇ છું મને મારા પર ઘિન્ન ચઢે છે. તમને બસ મારા સ્તન જ જોઇએ છે ને... ''

આમ કહીને મહિલાએ તેનાં ઉપરનાં વસ્ત્રો કાઢી નાખ્યા. અને તેનાં સ્તનને આરોપીનાં મો પર ફેરવવા લાગી. આ ઘટનાને નજરે જોનારાઓએ આ આખી ઘટનાને કેમેરામાં કેદ કરી લીધી. જે બાદ કેટલાંએ મહિલાની હરકતને વખોડી. તો કેટલાંકે કહ્યું કે તેણે ઘણી હિંમત દાખવી. જાહેરમાં આવા છેડતી કરનારાઓને પણ પાઠ ભાવવા માટે ઘણી વખત આવી હરકત કરવી પડે છે.



આ ઘટના ગત વર્ષે બની હતી જે આ વર્ષનાં અંતમાં ફરી ઇન્ટરનેટ પર વાઇરલ થઇ છે. ખરેખરમાં એક હોલિવૂડ થિએટર ગ્રુપનાં આર્ટિસ્ટ દ્વારા જાહેરમાં કરવામાં આવેલું નાટક હતું. જે અણગમતું ધ્યાન મેળવવા અને જાહેર સ્થળો પર કામ કરતી મહિલાઓનું અભિગમ જાણવા માટે રચવામાં આવ્યું હતું.



આ થિએટર આર્ટિસ્ટનાં ગ્રુપનું નામ કોફ્લેએનસીઆસ છે. જેનાં ડિરેક્ટર ફોસ્ટો રિસેરોની ટીમે આ નાટક આયોજ્યુ હતું. આ વિશે તેમનું કહેવું છે કે, અમે અમારી બહેનો અને સ્ત્રીઓ સાથે જે જાહેરમાં ઘટના બનતી હોય છે. તેમાં તેમનું સશક્તિકરણ કરવા ઇચ્છતા હતાં અને તેમનાં વિચારો જાણવા માંગતા હતાં. આવી ઘટના બાદ સામાન્ય લોકો શું વિચારે છે અને તેનું કેવું રિએક્શન આવે છે તે અમારે જાણવું હતું.
First published:

આગામી સમાચાર