Home /News /world /ડોગીને બચાવવા તળાવમાં કૂદી બ્રાઝિલના રાષ્ટ્રપતિની પત્ની, છતા ઉડી મજાક

ડોગીને બચાવવા તળાવમાં કૂદી બ્રાઝિલના રાષ્ટ્રપતિની પત્ની, છતા ઉડી મજાક

બ્રાઝિલની ફર્સ્ટ લેડી એટલે કે રાષ્ટ્રપતિ મિશેલ ટેમરની પત્ની માર્સેલા ટેમર પોતાના પાલતુ ડોગીને બચાવવા માટે કેનાલમાં કૂદી પડી હતી. રાષ્ટ્રપતિ આવાસ નજીક સ્થિત તળાવમાં તેનો ડોગી પડી ગયો હતો જેને બચાવવા ખૂદ માર્સેલા ટેમર તળાવમાં કૂદી પડી હતી. જો કે સોશિયલ મીડિયા પર ફર્સ્ટ લેડીની મજાક ઉડાવવામાં આવી રહી છે જેના કારણે ટ્વીટર પર ટ્રેન્ડિમાં રહી હતી.

શું હતી ઘટના ?

34 વર્ષિય બ્યૂટી ક્વીન માર્સેલા ટેમરનો જેક રસેલ નામનો ડોગી જે ટેરિયર નસલનો છે તે બતકની પાછળ પાછળ તળાવમાં કૂદ ગયો હતો. ઘણા સમયથી તે બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યો હતો જો કે તે સફળ ન થતાં માર્સેલા ખૂદ તળાવમાં કૂદી પડી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના 22 એપ્રિલની છે પરંતુ હાલમાં જ બહાર આવી છે.

સોશિયલ મીડિયા પર ઉડી મજાક

બ્રાઝિલ મીડિયા તથા માઇક્રો બ્લોગિંગ વેબસાઇટ ટ્વીટર પર ફર્સ્ટ લેડીની બહાદુરીની મજાક ઉડાવવામાં આવી રહી છે, જેના કારણે આ ઘટના સોમવાર સુધી ટ્રેન્ડિગમાં રહી હતી. ડાબેરી બ્લોગર લિયોનાર્ડો સ્ટોપાનું કહેવું છે કે માર્સેલાના પતિ દેશના ઇતિહાસના સૌથી અલોકપ્રિય રાષ્ટ્રપતિ માનવામાં આવે છે. આ માટે માર્સેલાનો ઉદ્દેશ્ય ડોગને નહીં પરંતુ બતકોને બચાવવાનો હતો. યૂટ્યૂબ બ્રોડકાસ્ટમાં લિયોનાર્ડો સ્ટોપાએ કહ્યું કે તે હતાશ હતી, કેમ કે મિશેલ ટેમરના કેટલાક મતદારોમાંથી એકને તેમણે ત્યાં જોયા હતા.

ઉંમરમાં પત્નીથી 40 વર્ષથી વધુ મોટા છે બ્રાઝિલના રાષ્ટ્રપતિ મિશેલ ટેમર, મિશેલ ટેમર ભ્રષ્ટ્રાચારના અનેક કેસમાં તપાસનો સામનો કરી રહ્યાં છે, આથી આ કારણને ટાંકી એક સોશિયલ મીડિયા યુઝર્સે ટ્વીટ કર્યું કે 'તેને માર્સેલા દ્વારા જાનવરોનું ધ્યાન રાખવાની વાતથી આશ્ચર્ય નથી થતું, કારણ સ્પષ્ટ છે કે તેણીએ એક ચામાચિડિયા સાથે લગ્ન કર્યા છે'
First published:

Tags: Brazil

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો