15 વર્ષની ગર્લફ્રેન્ડ 14 વર્ષના બોયફ્રેન્ડને એવું કહ્યું કે પ્રેમીએ ચપ્પાના 15 ઘા મારીને કરી હત્યા

પ્રતિકાત્મક તસવીર

Argentina crime news: સગીરાએ પોતાના ક્લાસમેટને (classmate murder) જણાવ્યું હતું કે તે પ્રેગ્નેન્ટ છે તે તેના બાળકની મા બનવાની છે. 15 વર્ષીય લૂસિયા ફર્નાડિઝને માથાના ભાગે પથ્થર મારી દીધા બાદ, ગરદન અને પેટના ભાગે 15થી વધારે વખત ચપ્પાા ઘા (murder with kinfe) માર્યા હતા.

 • Share this:
  આર્જેન્ટીનાઃ આર્જેન્ટીનામાં (Argentina Crime News) એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. અહીં 15 વર્ષની સગીરાની ક્લાસમેટે ખરાબ રીતે (Argentina School Girl Murder) માર માર્યા બાદ હત્યા કરી દીધી હતી. ઉલ્લેખનીય છે કે સગીરાએ પોતાના ક્લાસમેટને જણાવ્યું હતું કે તે પ્રેગ્નેન્ટ છે તે (school girl pregnant) તેના બાળકની મા બનવાની છે.

  એક ટ્રેન્ડ કિલર જેવી રીતે કરી હત્યા
  આર્જેન્ટીનાના મેંડોઝામાં 15 વર્ષીય લૂસિયા ફર્નાડિઝને માથાના ભાગે પથ્થર મારી દીધા બાદ, ગરદન અને પેટના ભાગે 15થી વધારે વખત ચપ્પાા ઘા માર્યા હતા. મીડિયા રિપોર્ટ પ્રમાણે તેના 14 વર્ષના ક્લાસમેટે તેની હત્યા કરી હતી. જ્યારે તેને જાણવા મળ્યું કે લૂસિયા તેના બાળકનો પિતા બનવાનો હતો. આ ઘટના 24 ઓગસ્ટની છે.

  લૂસિયાના પિતા ફૈબિયન ફર્નાડિઝે કહ્યું કે આરોપીએ તેની પુત્રીને શ્વાનની જેમ મારી નાંખી હતી. તેના આખા શરીમાં ચપ્પુ ભોંક્યું હતું. તેના ચહેરાને ખરાબ રીતે ઈજાઓ પહોંચાડી હતી.

  મીડિયા રિપોર્ટ પ્રમાણે આરોપીએ લૂસિયાને એક સુમસામ ઘરમાં મળવા માટે કહ્યું હતું પછી ત્યાંથી તેને બેરહેમીથી માર માર્યો હતો અને પછી 10-15 વખત ચપ્પાના ઘા મારીને મારી નાખી હતી. ત્યારબાદ યુવકે લૂસિયાની લાશને ઘરમાં જ છોડી દીધી અને ઘટના સ્થળેથી ફરાર થઈ ગઈ હતી.

  આવી ખૌફનાક હત્યાની ઘટનાથી સ્થાનિક લોકો પણ ડરી ગયા હતા. તેમણે એક રેલી કાઢીને હત્યાની યોગ્ય રીતે તપાસ કરવાની માંગણી કરી હતી. જ્યારે લૂસિયાના દોસ્તો સાથે પૂછપરછ કરી તો તેણે જણાવ્યું હતું કે લૂસિયા છેલ્લી વાર ક્યાં જોવા મળી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને તેણે હત્યા કર્યાનો ગુનો સ્વીકાર્યો હતો.

  ઉલ્લેખનીય છે કે રાજસ્થાનમાં પણ એક પત્નીએ પોતાના જ પતિની હત્યા કર્યાની ઘટના પ્રકાશમાં આવી હતી. આ મામલો ડુંગરપુર જિલ્લાના સાબલા પોલીસ સ્ટેશનનો છે. અહીં કાંતા નામની મહિલાએ 23 ઓગસ્ટે પોતાના પતિ નાથુની હત્યા કરી દીધી હતી. મહિલાએ આખી ઘટનાની કહાની પોતાની 65 વર્ષીય સાસુ બેવા ગલાબ યાદવને જણાવી હતી.

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવકની આત્મહત્યા, કાળુ- રાજુ-ભગા રબારી સહિત પાંચ લોકોના ત્રાસનો આક્ષેપ

  પરંતુ સાસુને વિશ્વાસ આવ્યો નહીં. પછી ચાર દિવસ બાદ જઈને જોયું તો પુત્રની લાશ રૂમમાં પડેલી હતી. લાશ સડી ચુકી હતી. અને પડોશીને દુર્ગંધ આવવા લાગી હતી. ત્યારબાદ મહિલાએ પોલીસને જણાવીને પોતાની વહૂ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી.

  આ પણ વાંચોઃ-ચોંકાવનારી ઘટના! 45 વર્ષીય વિધવા શિક્ષિકાની દર્દભરી કહાની, 33 વર્ષીય યુવકે જિંદગી કરી નાખી નરક

  આ પણ વાંચોઃ-રાધનપુરઃ ખિસ્સામાં જ મોબાઈલમાંથી નીકળવા લાગ્યો ધુમાડો, જુઓ live mobile blast video

  નવાઈની બાબત એ છે કે મૃતક નાથુ યાદવના છ મહિના પહેલા જ વિધવા કાંતા સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ પતિ પત્ની માતાથી અલગ બીજા ગામ મુંગેડમાં ભાડાના મકાનમાં રહેવા લાગ્યા હતા. જ્યાં મજૂરી કરીને પોતાનું જીવન જીવતા હતા. પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે મહિલા દારૂનો નશો કરતી હતી. જેના પગલે તેણે ઘટનાને અંજામ આપ્યો હતો. મહિલા પોતાના સાસુને આખી ઘટના જણાવ્યા બાદ ગાયબ થઈ ગઈ હતી.
  Published by:ankit patel
  First published: