સાઉદી અરબમાં સ્થિત ઈસ્લામના પવિત તીર્થસ્થળ મક્કામાં થનારી હજ યાત્રાનો આ વખતે મુસ્લિમ સમાજના જ અનેક લોકો વિરોધ કરી રહ્યા છે. આ ખૂબ જ ચોંકાવનારું છે, કારણ કે સઉદી અરબના શાસક પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને હજ યાત્રાને વધુ સરળ બનાવવા માટે અનેક પગલા લીધા છે. તો આ વિરોધની પાછળનું કારણ શું છે? ઝીણવટપૂર્વકની તપાસ કરતાં તેના અનેક સ્તર ખૂલી રહ્યા છે.
રાજકીય કારણોથી ધાર્મિક યાત્રામાં આવી અડચણ
સઉદી અરબ હાલમાં આંતરિક રાજકીય કલહમાંથી પસાર થઈ રહ્યું છે. પ્રિન્સ સલમાન જે નીતિઓ પર સાઉદી અરબને આગળ લઈ જવા માંગે છે, તેનાથી અનેક મુસ્લિમ તથા ધાર્મિક સંગઠન ખુશ નથી. હજ યાત્રાના બહિષ્કારનો તણખો ગયા વર્ષથી ઉદભવ્યો હતો. પરંતુ ગત એપ્રિલમાં જ્યારે લીબિયાના સૌથી જાણીતા સુન્ની મૌલવી ગ્રેન્ડ મુફ્તી સાદિક અલ-ધરીઆનીએ બહિષ્કારનું આહ્વાન કર્યુ, ત્યારે દુનિયાભરમાં તેના પડઘા પડ્યા. મૌલવીની અપીલમાં ફરી હજ યાત્રા કરવા પર ઈસ્લામમાં પાપમાં ભાગીદાર બનવાનો પણ ઉલ્લેખ કર્યો. જોકે, વિરોધની પાછળનું કારણ કંઈક બીજું જ હતું.
હજ યાત્રાના પૈસાથી અમીર થઈ રહ્યું છે સાઉદી અરબ
હજ યાત્રા સામેના હાલના વિરોધ પાછળ પહેલો અને મુખ્ય તર્ક એવો આપવામાં આવી રહ્યો છે કે હજ યાત્રા દરમિયાન દુનિયાભરના મુસલમાન પોતાના પૈસા સાઉદી અરબને આપે છે. તેનાથી સાઉદી અરબની અર્થવ્યવસ્થાને ખૂબ ફાયદો થઈ રહ્યો છે.
હજના પૈસાથી લોહીયાળ જંગને પ્રોત્સાહિત કરે છે સાઉદી
લીબિયાન મૌલવીનો આરોપ છે કે હજથી મળનારા પૈસાથી અરબની અર્થવ્યવસ્થા તો મજબૂત થઈ રહી છે ઉપરાંત તે પૈસાનો ઉપયોગ લોહીયાળ જંગ માટે કરવામાં આવી રહ્યો છે.
“Today, calls for boycotting the kingdom have spiraled and they aren’t just coming from Shiites. The hashtag #boycotthajj has been trending on Twitter, amassing nearly 16,000 tweets. Sunni clerics around the world have also called for a boycott.”
સાઉદી અરબ પર આરોપ છે કે હજથી મળનારા પૈસાથી સાઉદી અરબ હથિયારોની ખરીદી કરી રહ્યું છે. બીજી રીતે આ હથિયારોનો ઉપયોગ સીરિયા, લીબિયા, ટ્યૂનીશિયા, સુદાન અને અલ્જીરિયા જેવા દેશોમાં ડર ઊભો કરવા માટે કરવામાં આવી રહ્યો છે. તેનો હવાલો આપતાં મૌલવી સાદિકે દુનિયાભરના મુસ્લિમોને કહ્યું કે, હજ પર જઈને સાઉદીને પૈસા આપીને લોહીયાળ જંગને ફેલાવનારા દેશની મદદ બિલકુલ ન કરવી જોઈએ.
થોડા વર્ષોમાં સાઉદીમાં વધ્યો છે આતંકવાદ
ફોરેન પોલિસી ડોટ કોમના રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે યમનમાં સાઉદી દ્વારા સપ્લાય કરવામાં આવેલા બોમ્બથી સતત હુમલા ચાલુ છે. તેમાંથી હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે ઇંસ્તાબુલની સાઉદી એમ્બેસીમાં પત્રકાર જમાલ ખશોગીની હત્યા કરવામાં આવી. માનવામાં આવી રહ્યું છે કે સાઉદી સતત આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યું છે, જેમાં હજથી મળનારા પૈસા ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યા છે.
પહેલાથી ચાલી રહ્યો છે વિરોધ, આ વખતે ટ્વિટર પર થયું ટ્રેન્ડ
લીબિયાના મૌલવી હજ યાત્રાના બહિષ્કારને લઈને અવાજ બુલંદ કરનારી પહેલી વ્યક્તિ નથી. તેમનાથી પહેલા સાઉદી અરબના જ પ્રખર ટીકાકાર યુસૂફ અલ-કારાડાવીએ ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં ફતવો જાહર કરી બહિષ્કારનો આહ્વાન આપ્યું હતું. તેમાં તેઓએ હજના વિકલ્પ તરીકે બીજા રસ્તા પર બતાવ્યા હતા, જેમાં ભૂખ્યાઓને ભોજન આપવા સહિત નિરાધારોને સહારો આપવા સામેલ હતા.
"Aujourd’hui, les appels au boycott du royaume se sont multipliés et ne viennent pas seulement des chiites" https://t.co/rebodu4c0P
— Middle East Eye Fr (@MiddleEastEyeFr) July 8, 2019
પરંતુ હાલના વિરોધે એક ગ્લોબલ સ્વરૂપ ધારણ કરી લીધું છે. આ વઅતે દુનિયાભરના મુસલમાનો ખુલીને પ્રિન્સની વિરુદ્ધ એક સૂરમાં અવાજ ઉઠાવી રહ્યા છે. અવાજનું નામ બન્યું છે, #boycotthajj. ટ્વિટરના આ હેશટેગ પર હજના બહિષ્કાર માટે જોરદાર પ્રચાર કરવામાં આવી રહ્યો છે. સાથોસાથ પ્રિન્સ સલમાનને લોહીના સોદાગર કહેવામાં આવી રહ્યા છે.