પાકિસ્તાન: ચૂંટણી રેલીઓમાં 2 બોમ્બ વિસ્ફોટમાં 128 લોકોનાં મોત

News18 Gujarati
Updated: July 14, 2018, 12:14 PM IST
પાકિસ્તાન: ચૂંટણી રેલીઓમાં 2 બોમ્બ વિસ્ફોટમાં 128 લોકોનાં મોત
શુક્રવારે ચૂંટણી રેલીઓ દરમિયાન નેતાઓને નિશાનો બનાવીને બે શક્તિશાળી વિસ્ફોટ કરવામાં આવ્યાં હતાં

  • Share this:
પાકિસ્તાનના બલુચિસ્તાન અને ખૈબર પખ્તૂનખામાં શુક્રવારે ચૂંટણી રેલીઓ દરમિયાન નેતાઓને નિશાનો બનાવીને બે શક્તિશાળી વિસ્ફોટ કરવામાં આવ્યાં હતાં. જેમાં એક ઉમેદવાર સહિત ઓછામાં ઓછા 128 લોકોનાં મોત નીપજ્યાં છે અને આશરે 150 લોકો ઘાયલ થઇ ગયા છે.

આતંકવાદીઓએ બલુચિસ્તાન વિસ્તારના માસતુંગ વિસ્તાર બલુચિસ્તાન અવામી પાર્ટીના નેતા સિપાજ રાયસાનીની સભાને ટાર્ગેટ બનાવવામાં આવી હતી. આ હુમલામાં ઓછામાં ઓછા 90 લોકોનાં મોત નીપજ્યાની ખબર સામે આવી છે જ્યારે 180 લોકો ઘાયલ છે.

જિલ્લા પોલીસ અધિકારી મોહમ્મદ અયૂબ અચકજઇએ જણાવ્યું કે ઘાયલ રાયસાનીને ક્વેટા લઇ જતાં દરમિયાન જ મોત થઇ ગઇ હતી. તે બલૂચિસ્તાનના પૂર્વ મુખ્યમંત્રી નવાબ અસલમ રાયસાનીના ભાઇ હતાં.

આ હુમલા પાછળના કારણની હજી કોઇ જાણ થઇ નથી. આ હુમલો આત્મઘાતી હતો કે નહીં એ અંગે અધિકારીઓ તપાસ કરી રહ્યાં છે. આ ઘટનાના કેટલાક કલાકો પહેલા ખૈબર પખ્તૂનખ્વાના બન્નુ વિસ્તારમાં મુત્તાહિદા મજલિસ અમાલ નેતા અકરમ ખાન દુર્રાનીની રેલીમાં વિસ્ફોટ થયો હતો.

આ હુમલામાં ખૈબર પખ્તૂનખ્વાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અકરમ ખાન દુર્રાનીના કાફલાને નિશાન બનાવીને વિસ્ફોટ કરાયો હતો. જોકે આમાં દુર્રાની બચી ગયા છે. દુર્રાની 25 જુલાઇના રોજ થનારી સામાન્ય ચૂંટણીમાં પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ પાર્ટીના પ્રમુખ ઇમરાન ખાનની સામે મેદાનમાં છે. તેમણે કહ્યું કે ધમકીઓ પછી પણ તે ચૂંટણી પ્રચાર ચાલું જ રાખશે.

ચૂંટણી પહેલા જ અચાનક જ કાયદા વ્યવસ્થાની સ્થિતિ બગડી ગઇ છે. જોકે સરકાર અને સુરક્ષાદળોના દાવો છે કે આતંકવાદનો દેશમાંથી સફાયો થઇ ગયો છે. રાષ્ટ્રપતિ મમનૂન હુસૈન અને વડાપ્રધાન નસીરૂલ મુલ્કે આ હુમલાની નિંદા કરી છે.
First published: July 14, 2018, 5:14 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading