ખગોશીની લાશને પહેલા એસિડથી સળગાવી, પછી ગટરમાં ફેકી દીધી: રિપોર્ટ

સઉદી અરબના પત્રકાર જમાલ ખગોશીના મોત મામલે નવો ખુલાસો થયો

સઉદી અરબના પત્રકાર જમાલ ખગોશીના મોત મામલે નવો ખુલાસો થયો

 • Share this:
  સઉદી અરબના પત્રકાર જમાલ ખગોશીના મોત મામલે નવો ખુલાસો થયો છે. તુર્કીના એક અખબારના મતે ખગોશીની હત્યા કર્યા પછી હત્યારાઓએ લાશને એસિડથી સળગાવી દીધી હતી અને પછી ગટરમાં ફેકી દીધી હતી. ઇસ્તાંબુલમાં સઉદી દુતાવાસ પાસે એક ગટરમાં મળેલા સેમ્પલોમાં એસિડના દાગ જોવા મળ્યા હતા. જેના આધારે અખબારે આ દાવો કર્યો છે.

  સઉદી અરબના સરકારી અખબાર 'daily Sabah'એ સુત્રોના હવાલાથી શનિવારે એક રિપોર્ટ પ્રકાશિત કર્યો છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે પહેલા ખગોશીની હત્યા કરવામાં આવી હતી. પછી લાશને ઇસ્તાંબુલમાં સઉદી દુતાવાસ પાસે તેજાબથી સળગાવવામાં આવી હતી અને ગટરમાં ફેકી દીધી હતી. જેથી સાબિત મળી શકે નહીં.

  અખબારનો દાવો છે કે બે ઓક્ટોબરે ખગોશી ઇસ્તાંબુલના દુતાવાસથી રહસ્યમય રીતથી ગાયબ થઈ ગયા હતા. તે અંતિમ વખત દુતાવાસમાં એન્ટ્રી કરતા જોવા મળ્યા હતા. ત્યાં પોતાના લગ્ન માટે કેટલાક ડોક્યુમેન્ટ લેવા ગયા હતા. હજુ સુધી પોલીસને તેમની લાશ મળી નથી.

  આ પણ વાંચો - કેલિફોર્નિયામાં સદીની સૌથી ભીષણ આગ, હોલીવુડ સ્ટાર્સે છોડવું પડી શકે છે ઘર

  ઘણા સમય સુધી ના પાડ્યા પછી સઉદી સરકારે સ્વિકાર કર્યો હતો કે 59 વર્ષના ખગોશીની હત્યા કરવામાં આવી છે. ખગોશીની હત્યા ઇસ્તાંબુલના સઉદીના દુતાવાસમાં ગળુ દબાવીને કરવામાં આવી હતી.
  Published by:Ashish Goyal
  First published: