ચીનની રાજધાની બેઇજિંગમાં અમેરિકન દૂતાવાસ પાસે વિસ્ફોટ થયો છે. બ્લાસ્ટ બાદ દૂતાવાસની આસપાસના વિસ્તારમાં ધૂમાડો ફેલાઈ ગયો હતો. ન્યૂઝ એજન્સી એએનઆઈએ જાહેર કરેલી તસવીરોમાં દૂતાવાસ બહાર ધૂમાડો નીકળતો જોઈ શકાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કોઈ વ્યક્તિએ ઓછી તિવ્રતાવાળો વિસ્ફોટ કર્યો હતો. સુરક્ષાને ધ્યાનમાં રાખીને હાલ દૂતાવાસને ખાલી કરાવી દેવાયું છે.
સુરક્ષા એજન્સીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આ સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે. હાલમાં ચીન કે અમેરિકન દૂતાવાસ તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં નથી આવી.
મહિલાએ જાત જલાવવાનો કર્યો પ્રયાસ
ચીનના સરકારી વર્તમાનપત્ર ગ્લોબલ ટાઇમ્સના જણાવ્યા પ્રમાણે , ચીનની પોલીસે બેઇજિંગ ખાતે આવેલી યુએસ એમ્બેસીની બહાર એક મહિલાની અટકાયત કરી છે. આ મહિલા પોતાના માથે પેટ્રોલ છાંટીને સળગવાનો પ્રયાસ કરી રહી હતી.
બ્લાસ્ટ અંગે સમાચાર એજન્સી રોયટર્સે કોઈ પુષ્ટિ કરી ન હતી, પરંતુ એજન્સીએ સાક્ષીઓના હવાલેથી જણાવ્યું હતું કે લોકોએ યુએસ એમ્બેસી બહાર બ્લાસ્ટનો અવાજ સાંભળ્યો હતો. એક અન્ય સાક્ષીના જણાવ્યા પ્રમાણે એમ્બેસી બહાર પોલીસના સાતથી આઠ વાહનો જોવા મળ્યા હતા.
રોયટર્સના સાક્ષીના જણાવ્યા પ્રમાણે એમ્બેસી બહાર તમામ વાહનોની તપાસ કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી તસવીરોમાં પણ એમ્બેસી બહાર લોકો વિઝા માટે લાઇનો લગાવીને ઉભા છે ત્યાંથી ધૂમાડો બહાર નીકળજો જોઈ શકાય છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર