પાકિસ્તાનના પેશાવર શહેરમાં શુક્રવારે સવારે એક ભીષણ વિસ્ફોટમાં એક જ પરિવારના પાંચ લોકોની મોત થઇ ગઇ છે જ્યારે બે લોકો ગંભીરરીતે ઘાયલ થયા હતાં. મૃતકોમાં બે બાળકો પણ સામેલ છે. પેશાવરના બિબાલ ટાઉન નજીક સ્થિત એક હોટલની અંદર આ વિસ્ફોટ થયો હતો.
પોલીસ પ્રમાણે વિસ્ફોટ વિસ્ફોટક ડિવાઇસ કે ગેસ લીક થવાને કારણે આ થયાની શક્યતા છે.
ચીફ કેપિટલ સિટી પોલીસ અધિકારી (સીસીપીઓ) કાઝી જમીલ ઉર રહમાને જણાવ્યું કે વિસ્ફોટ હોટલના ચોથા માળા પર થયો હતો. જે પછી ત્યાં આગ લાગી હતી. બધા પીડિત ખૈબર પખ્તૂનખ્વાના હાંગૂ જિલ્લાના છે.
અધિકારીએ જણાવ્યું કે સુરક્ષા દળ વિસ્ફોટના કારણોને જાણવા માટે તપાસ ચાલી રહી છે. તેમણે કહ્યું કે ઘાયલોને 'લેડી રીડિંગ હોસ્પિટલ'માં દાખલ કર્યા છે. તેમની હાલત ગંભીર છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર