Sierra Leone Blast: આફ્રિકી દેશ સિએરા લિયોનમાં મોટી દુર્ઘટના, ટેન્કરમાં ભીષણ વિસ્ફોટમાં 91 લોકોના મોત

ઓઈલ ટેન્કરમાં ભયંકર વિસ્ફોટ

Africa news: દેશની રાજધાની ફ્રીટાઉનમાં (Freetown) 40 ફૂટ લાંબુ ઓઈલ ટેન્કર (oil tanker) બીજા વાહન સાથે ટકરાયું હતું. ત્યારબાદ ભીષણ વિસ્ફોટ (Freetown) થયો હતો.

  • Share this:
    નવી દિલ્હીઃ આફ્રિકી (Africa) દેશ સિએરા લિયોનમાં (Sierra Leone Blast) એક મોટી દુર્ઘટના ઘટી હતી. જ્યાં ઓઈટ ટેન્કરમાં ભીષણ વિસ્ફોટ (Blast in Africa) થયો હતો. જેના પગલે ઓછામાં ઓછા 91 લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા હતા. આ ઘટનામાં અસંખ્ય લોકો ઘાયલ થયા છે. આ ઘટના દેશની રાજધાની ફ્રીટાઉનમાં બની હતી.

    ઘટના એ સમયે થઈ જ્યારે 40 ફૂટ લાંબુ ઓઈલ ટેન્કર બીજા વાહન સાથે ટકરાયું હતું. ત્યારબાદ ભીષણ વિસ્ફોટ (Freetown) થયો હતો. વિસ્ફોટથી આખા વિસ્તારમાં તબાહી મચી ગઈ હતી. આ ઘટનાનો એક વીડિયો પણ સ્થાનિક મીડિયાએ રજૂ કર્યો હતો. જેમાં ટેન્કરની આસપાસ લાશો વિખેરાયેલી દેખાઈ રહી છે.

    મેયર યવોન અકી-સોયરે (Yvonne Aki-Sawyerr) વીડિયો ફૂટેજ જોયા બાદ આ ઘટનાને "ભયાનક" ગણાવી હતી. તેમણે એમ પણ કહ્યું કે કેટલું નુકસાન થયું છે તે કહેવું મુશ્કેલ છે. ફેસબુક પોસ્ટમાં મેયરે કહ્યું કે એવી અફવા છે કે 100થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

    આ પણ વાંચોઃ-Tarot Yearly predictions: ટેરો વાર્ષિક રાશિફળ: કેવું જશે વિક્રમ સંવંત 2078નું આપનું વર્ષ? કયો નંબર રહેશે લકી, કયો કલર ફળશે?

    જો કે હજુ સુધી સત્તાવાર રીતે મૃત્યુઆંક જાહેર થયો નથી. તે જ સમયે ઘટનાની જાણ થતાં જ ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી ગયા હતા. રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. ઘાયલ લોકોને હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા છે.

    આ પણ વાંચોઃ-બનાસકાંઠાઃ ફરી hit and run!બેસતા વર્ષે જ બાઈક અકસ્માતમાં બે પિતરાઈ ભાઈઓના મોત, ખુશી માતમમાં ફેરવાઈ

    સિએરા લિયોનની નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સી (NDMA)ના સંચાર નિર્દેશક મોહમ્મદ લામારને બાહે જણાવ્યું હતું કે વિસ્ફોટમાં ઘણા લોકો ઘાયલ પણ થયા હતા, જેમાંથી કેટલાકની હાલત ગંભીર છે.

    આ પણ વાંચોઃ-5 સ્ટાર હોટલમાં મહિલાએ રૂમ બૂક કરાવ્યો, અંધારામાં મહિલાના થયા બુરા હાલ, લાઈટ કરીને જોયું તો ચોંકી ગઈ

    બાહે કહ્યું કે અધિકારીઓ ઘાયલ લોકોને હોસ્પિટલ લઈ ગયા છે. ગંભીર રીતે ઘાયલોને જોતા એમ કહી શકાય કે મૃત્યુઆંક વધી શકે છે. ઘટનાસ્થળે બચાવ કાર્ય પૂર્ણ થઈ ગયું છે. અકસ્માતના કારણની તપાસ કરવામાં આવી રહી છે.

    આ પણ વાંચોઃ-પતિને વારંવાર મળતું હતું પ્રમોશન, પત્નીએ સાચું સિક્રેટ જણાવ્યું, જાણીને તમે પણ ચોંકી જશો

    એક અધિકારીએ જણાવ્યું કે હાલમાં આ દુર્ઘટનામાં 91 લોકોના મોત થયા છે, પરંતુ અત્યારે અમે તેની પુષ્ટિ કરી શકતા નથી. સિએરા લિયોનની નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીના વડા બ્રિમા બુરેહ સેસે સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું કે તે "ભયંકર અકસ્માત" હતો. મણે કહ્યું કે આ વિસ્તારમાં 10 લાખથી વધુ લોકો રહે છે. હાલમાં આ ઘટનામાં કેટલા લોકો પ્રભાવિત થયા છે તેનો સ્પષ્ટ જવાબ આપવો મુશ્કેલ છે.
    Published by:ankit patel
    First published: