દુનિયાના સૌથી ધનિક અને અન્યોનું હિત વિચારતા બિલ ગેટ્સે દુનિયાના વિકાસશીલ દેશો જે શૌચાલયની સમસ્યાનો સામનો કરી રહ્યાં છે તેની સામે આખી દુનિયાનું ધ્યાન ખેંચાવવા માટે મંગળવારે એક સ્ટંટ કર્યો હતો. લોકોએ મંગળવારે માઇક્રોસોફ્ટના સંસ્થાપકને માનવ મળનો એક જાર બતાવ્યો તે જોતા બધા હેરાન થઇ ગયા.
હકીકતમાં બેઇજિંગમાં ભવિષ્યમાં 'ટોઇલેટ ટેકનોલોજી' વિશે એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બિલ ગેટ્સ પણ જોડાયા હતાં. બિલ ગેટ્સે અહીં જણાવ્યું હતું કે સ્વચ્છતા વગર ઘણી વસ્તુઓ માનવ જીવનને અસર કરી શકે છે. ખુલ્લામાં શૌચ કરવાથી લોકોના જીવન પર અસર થાય છે.
અબજોપતિ ગેટસે કહ્યું, પર્યાપ્ત સંખ્યામાં શૌચાલયો ન હોવાથી, તે માત્ર જીવનને જ અસર નથી કરતાં પણ તે બિમારી, મોત અને કુપોષણ સાથે પણ જોડાયેલા છે. વિશ્વની અડધાથી વધુ વસ્તી આરામદાયક સ્વચ્છ સુવિધાઓથી વંચિત છે.
જણાવી દઈએ કે, 'રિઈન્વેંટેડ ટોઇલેટ્સ એક્સ્પો' બેઇજિંગમાં ચાલી રહ્યું છે. ગટરના સ્થાને નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન દ્વારા આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.
વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા ચીનમાં શૌચાલયને ગંધ મુક્ત કરવા માટે ઝુંબેશ ચલાવી રહ્યું છે. ચીનના રાષ્ટ્રપતિ શ્રી જિનપિંગે આ અભિયાનને 'શૌચાલય ક્રાંતિ' તરીકે વર્ણવ્યું હતું.
With a jar of human feces on a pedestal next to him, billionaire philanthropist Bill Gates has kicked off a "Reinvented Toilet" Expo in China. https://t.co/l7e1V1sdhv
આ જ રીતે ભારતમાં પણ જાહેર જનતાના આરોગ્ય માટે પણ અભિયાન ચાલી રહ્યું છે. ભારત સરકારનું કહેવું છે કે 2014માં 55 કરોડ લોકો ખુલ્લામાં શૌચ કરતાં હતા, જે ઘટીને હવે 15 કરોડ થઈ ગયા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર