બિલાવલ ભુટ્ટોએ કહ્યું -કાશ્મીર છોડી PoKને બચાવવામાં લાગ્યું પાકિસ્તાન
News18 Gujarati Updated: August 27, 2019, 6:49 PM IST

બિલાવલ ભુટ્ટોએ કહ્યું -કાશ્મીર છોડી PoKને બચાવવામાં લાગ્યું પાકિસ્તાન
હવે પાકિસ્તાનને PoK પણ હાથમાંથી જતું રહે તેવો ડર લાગી રહ્યો છે
- News18 Gujarati
- Last Updated: August 27, 2019, 6:49 PM IST
કાશ્મીર મામલે પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય સમુદાયને પ્રભાવિત કરવાનો ઘણો પ્રયત્ન કર્યો હતો પણ તેમાં સફળતા મળી નથી. હવે પાકિસ્તાનને PoK પણ હાથમાંથી જતું રહે તેવો ડર લાગી રહ્યો છે. પાકિસ્તાન પીપુલ્સ પાર્ટીના ચેરમેન બિલાવલ ભુટ્ટોએ મંગળવારે કહ્યું હતું કે પહેલા આપણે કાશ્મીરની વાત કરતા હતા. હવે આપણે મુઝફ્ફરાબાદ બચાવવાની યોજના બનાવી રહ્યા છીએ.
પાકિસ્તાન દ્વારા કાશ્મીરને આંતરરાષ્ટ્રીય મુદ્દો બનાવવાના પ્રયત્નમાં ફટકો લાગ્યા પછી હવે પાકિસ્તાન PoKને બચાવવાના પ્રયત્નમાં લાગી ગયું છે. આ વાતની ઝલક પાકિસ્તાન પીપુલ્સ પાર્ટીના ચેરમેન બિલાવલ ભુટ્ટોની વાતમાં જોવા મળી હતી. બિલાવલે મંગળવારે કહ્યું હતું કે પહેલા આપણે કાશ્મીરની વાત કરતા હતા પણ હવે આપણે મુઝફ્ફરાબાદ વિશે વિચાર કરી રહ્યા છીએ કે તેને કેવી રીતે બચાવી શકાય?
આ પણ વાંચો - પાકિસ્તાને ભારતને ફરી ધમકી આપી : 'અમે યુદ્ધ માટે તૈયાર છીએ'ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં બિલાવલ ભુટ્ટોએ કહ્યું હતું કે પાકિસ્તાન અને ભારતના સંબંધો ભલે ઇતિહાસમાં ખરાબ રહ્યા હોય પણ બંને દેશોના યુવાનોએ જાણે છે કે સંબંધોને સુધારવાનો સાચો રસ્તો અમન છે. આપણે આ અમન લાવવાનો રસ્તો શોધવાનો છે.
બિલાવલે એ પણ માન્યું હતું કે પાકિસ્તાનના આતંકવાદી ભારતમાં આતંકવાદી હુમલાને અંજામ આપે છે. જોકે તે આ આતંકીઓને સરકારથી અલગ રાખતો જોવા મળ્યો હતો. બિલાવલે એમ પણ કહ્યું હતું કે પાકિસ્તાન ભારતના સહયોગથી જ આ આતંકીઓ ઉપર લગામ લગાવી શકે છે. અમે અકેલા આ આંતકીઓને રોકવામાં સક્ષમ નથી.
આ પહેલા વિપક્ષે પાકિસ્તાન સરકાર ઉપર આંતરરાષ્ટ્રીય ષડયંત્ર અંતર્ગત કાશ્મીર વેચવાનો આરોપ લગાવ્યો હતો અને સરકારને પછાડવા જલ્દી ઇસ્લામાબાદને ઘેરવાની ચેતવણી આપી હતી.

Loading...