તોફાની નદી પરથી પસાર થતાં જ માટીનો પુલ ધસી પડ્યો અને પછી...Video Viral

News18 Gujarati
Updated: July 27, 2019, 11:11 AM IST
તોફાની નદી પરથી પસાર થતાં જ માટીનો પુલ ધસી પડ્યો અને પછી...Video Viral
માટીનો બનેલો પુલ ધસી પડતાં બાઇકસવાર બંને સૈનિક તણાઈ ગયા, હજુ નથી લાગ્યો પત્તો

માટીનો બનેલો પુલ ધસી પડતાં બાઇકસવાર બંને સૈનિક તણાઈ ગયા, હજુ નથી લાગ્યો પત્તો

  • Share this:
પૂર સમયે કેટલાક લોકો ઝડપથી પુલ પાર કરવાના ચક્કરમાં0 અનેકવાર દુર્ઘટનાનો શિકાર બની જાય છે. સોશિયલ મીડિયા પર આવો જ રૂંવાડા ઊભો કરતો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે બાઇકસવાર બે સૈનિક જે સમયે પુલથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે પાણીનું વહેણ તોફાની થઈ જાય છે. બાઇકસવાર સૈનિક પુલ પાર કરવાનો જ હતો ત્યારે પુલ ધસી પડ્યો એન બંને તોફાની નદીમાં વહી ગયા. મળતી માહિતી મુજબ હજુ પણ બંને સૈનિકો વિશે કોઈ જાણકારી હાથ લાગી નથી.

આ ઘટના કોલંબિયાની છે. આ બંને જવાન કિનક ડૈલી અને સોક વેંડી હોવાનું કહેવાય છે. બંને સૈનિક કોલંબિયાના ફર્સ્ટ ઇન્ફેન્ટ્રી ડિવીઝનમાં તહેનાત હોવાનું કહેવાય છે. બંને સ્નોક પેંગ જિલ્લાના થામર કેવ ગામ પાસેથી પસાર થઈ રહેલી નદી પરથી જઈ રહ્યા હતા. ત્યાર નદી તોફાની થઈ જાય છે.

આ પણ વાંચો, લિવિંગ રૂમમાં છુપાયો છે 12 ફુટનો અજગર, પરંતુ તમે શોધી નહીં શકો

પુલને જોતાં લાગી રહ્યું છે કે તે માત્ર માટીથી બનેલો હતો, જેને લાકડાઓથી બાંધવામાં આવ્યો હતો. આ બંને જવાન જેવા પુલ ઉપરથી પસાર થયા ત્યારે જ માટીનો પુલ ધસી ગયો. વીડિયોમાં જોઈ શકાય છે કે જવાન પુલ અડધાથી વધુ પા કરી ચૂક્યો હોય છે ત્યારે જ પુલ ધસવાથી તેઓ પાણીમાં તણાઈ જાય છે.

પોલીસના જણાવ્યા મુજબ, બંને હજુ પણ ગુમ છે અને તેમની શોધખોળ ચાલુ છે. મળતી માહિતી મુજબ, બંને સૈનિકોની તલાશ ઝડપી કરી દેવામાં આવી છે પરંતુ વહેણ તોફાની હોવાના કારણે તેમને શોધવામાં મુશ્કેલી થઈ રહી છે.

આ પણ વાંચો, સરકારી નોકરી મેળવવાની ઉત્તમ તક, ગૌણ સેવા મંડળ 869 પદો માટે ભરતી કરશે
First published: July 27, 2019, 11:05 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading