USમાં નોકરી કરનારા ભારતીયો માટે ખુશખબર, ટ્રમ્પ સરકારનો H-1B પર નિર્ણય

News18 Gujarati
Updated: June 21, 2019, 11:05 AM IST
USમાં નોકરી કરનારા ભારતીયો માટે ખુશખબર, ટ્રમ્પ સરકારનો H-1B પર નિર્ણય
બુધવારે ભારતનાં બે સીનિયર અધિકારીઓએ અમેરિકાનાં વિઝા પ્રતિબંધ મુદ્દે વાત કરી. અમેરિકા હાલમાં 85,000 લોકોને H-1B વિઝા આપે છે. જેમાં 70 ટકા વિઝા ભારતીયોને મળે છે.

બુધવારે ભારતનાં બે સીનિયર અધિકારીઓએ અમેરિકાનાં વિઝા પ્રતિબંધ મુદ્દે વાત કરી. અમેરિકા હાલમાં 85,000 લોકોને H-1B વિઝા આપે છે. જેમાં 70 ટકા વિઝા ભારતીયોને મળે છે.

  • Share this:
અમેરિકા વિદેશ વિભાગનાં આ નિર્ણય થી ભારતનાં તે લોકોને રાહત મળશે જે લોકો ત્યાં જઇને કામ કરે છે. ગુરૂવારે વિદેશ વિભાગે કહ્યું કે, ટ્રમ્પ સરકાર તેમની પાસે આપણાં દેશ માટે H-1B વિઝા આપવાની સંખ્યા ઓછી કરવાની કોઇ જ યોજના નથી.

રોયટર્સે બુધવારે કહ્યું હતું કે, અમેરિકાએ ભારતને જણાવ્યું છે કે, તે ડેટા સ્ટોરેજની જરૂરવાળા દેશો માટે H-1B વિઝા પ્રોસેસ પર પ્રતિબંધ લગાવવાનું વિચારે છે. જોકે, H-1B કુશળ વિદેશી શ્રમિકો માટે અમેરિકા વિઝા આપવાં તત્પર છે.

વિદેશ વિભાગનાં પ્રવક્તાનું કહેવું છે કે, 'ટ્રમ્પ સરકારની તે રાષ્ટ્રો પર રોક લગાવવાની હાલમાં કોઇ જ યોજના નથી. જે વિદેશી કંપનીઓને સ્થાનિક લેવલે ડેટા સ્ટોર કરતાં રોકે છે.'

આ પણ વાંચો-ટ્રેનની નીચે પટકાયો છતાં બચી ગયો પેસેન્જરનો જીવ, જુઓ VIDEO

પહેલાં કહ્યું હતું કે H-1B વિઝાની સંખ્યામાં થશે ઘટાડો
અમેરિકાએ ભારતને કહ્યું હતું કે તે, H-1B વિઝાની સંખ્યા સીમિત કરવા પર વિચારી રહ્યું છે. આ નિયમ તે દેશો પર લાગૂ કરવામાં આવશે જે વિદેશી કંપનીઓ પોતાનાં ડેટા જમા કરવા માટે બાધ્ય છે.


બુધવારે ભારતનાં બે સીનિયર અધિકારીઓએ અમેરિકાનાં વિઝા પ્રતિબંધ મુદ્દે વાત કરી. અમેરિકા હાલમાં 85,000 લોકોને H-1B વિઝા આપે છે. જેમાં 70 ટકા વિઝા ભારતીયોને મળે છે.

આ પણ વાંચો-દેશના ગામડાઓને ટુંક સમયમાં મળશે 2 કરોડ ઘરની ગીફ્ટ

શું છે આ ડેટા વિવાદ?
વિદેશી કંપનીઓ ભારતમાં જ ડેટા રાખવા કહે છે. જેનાંથી કંપની પર નિયંત્રણ આસાન રહે. પણ વિદેશી કંપનીઓની તાકાત ઓછી થઇ જાય. આ માટે અમેરિકાની કંપની આ પગલાંથી ખુશ નથી. કહેવાય છે કે, અમેરિકાની કેલિક કંપની ભારતનાં ડેટાને લઇને નવાં નિયમથી નારાજ છે. ખાસ કરીને માસ્ટરકાર્ડનાં ડેટા સ્ટોરેજનાં નવાં નિયમ પર તેમને આપત્તિ દર્શાવી છે.

આ પણ વાંચો-ખતરનાક સીરિયલ કિલર, મહિલાઓની હત્ય કરી કરતો આવું કામ...

શું છે H-1B વિઝા?
H-1B વિઝા એવાં વિદેશી પ્રોફેશનલ્સ માટે તૈયાર કરવામાં આવે છે જેઓ ખાસ કામમાં કુશળ હોય. અને તે માટે ઉચ્ચ શિક્ષાની જરૂર હોય. કંપનીમાં નોકરી કરનારા H-1B વિઝા માટે ઇમીગ્રેશ વિભાગમાં આવેદન કરે છે. આ વ્યવસ્થા 1990નાં તત્કાલિન રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશે શરૂ કરી હતી.
First published: June 21, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading