Big BREAKING: પાકિસ્તાનના લાહોરના અનારકલી વિસ્તારમાં બોમ્બ બ્લાસ્ટ, 3ના મોત, 20થી વધુ ઘાયલ
Big BREAKING: પાકિસ્તાનના લાહોરના અનારકલી વિસ્તારમાં બોમ્બ બ્લાસ્ટ, 3ના મોત, 20થી વધુ ઘાયલ
લાહોરના અનારકલીમાં વિસ્ફોટ
Pakistan latest news: લાહોર પોલીસના (lahor police) પ્રવક્તા રાણા આરિફે ઘાયલ અને મૃતકોની સંખ્યાની પુષ્ટિ કરી છે. આ ઘટના બાદ તરત જ લાહોરના ડેપ્યુટી કમિશનર ઉમર શેર ચથાએ આ વિસ્તારમાં બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડને તૈનાત કરવા અને સમગ્ર વિસ્તારની શોધખોળ કરવાનો નિર્દેશ આપ્યો હતો.
લાહોરઃ પાકિસ્તાનના (Pakistan) લાહોરના (lahor) અનારકલી વિસ્તારમાં ગુરુવારે થયેલા બોમ્બ વિસ્ફોટમાં (bomb blast) ત્રણ લોકોના મોત થયા હતા અને 20થી વધુ લોકો ઘાયલ થયા હતા. લાહોર પોલીસના (lahor police) પ્રવક્તા રાણા આરિફે ઘાયલ અને મૃતકોની સંખ્યાની પુષ્ટિ કરી છે. આ ઘટના બાદ તરત જ લાહોરના ડેપ્યુટી કમિશનર ઉમર શેર ચથાએ આ વિસ્તારમાં બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડને તૈનાત કરવા અને સમગ્ર વિસ્તારની શોધખોળ કરવાનો નિર્દેશ આપ્યો હતો.
લાહોર ડીસીના આદેશ પર ઘાયલોને મેયો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તે જ સમયે, રેસ્ક્યુ 1122ના અધિકારીઓ પણ ઘાયલોની મદદ કરી રહ્યા છે. તેમજ હોસ્પિટલમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે.
પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ વિસ્ફોટના કારણે જમીનમાં દોઢ ફુટ ઊંડો ખાડો પડી ગયો છે. ઈજાગ્રસ્તોને નજીકની માયો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વિસ્ફોટ થયો તે વિસ્તારમાં દરરોજ સેંકડો લોકો આવે છે. અહીં અનેક પ્રકારની માર્કેટ ભરાય છે તેમજ ઘણી ઓફિસ પણ છે.
એક પછી એક ચાર બ્લાસ્ટ થયા
પાકિસ્તાનના લાહોરમાં ગુરુવારે એક પછી ચાર બ્લાસ્ટ થયા છે, જેમાં પાંચ લોકોનાં મોત થયાં છે. વિસ્ફોટમાં 20 લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. મૃત્યુનો આંકડો હજુ વધી શકે છે. આ વિસ્ફોટ લાહોરી ગેટની પાસે થયો છે. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે ઘટનાસ્થળની આજુબાજુ દુકાનો અને ઈમારતોની બારીઓ તૂટી ગઈ, તો નજીકમાં ઊભેલી મોટરસાઇકલ સહિતનાં વાહનોને પણ નુકસાન થયું છે. હાલ ઘટનાસ્થળે પોલીસ પહોંચી ગઈ છે અને રાહત તેમજ બચાવકાર્ય શરૂ કર્યું છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર