ઈઝરાયલ PMએ તાજમહેલની મુલાકાત લઈ CM યોગી સાથે લંચ લીધુ

News18 Gujarati
Updated: January 16, 2018, 2:43 PM IST
ઈઝરાયલ PMએ તાજમહેલની મુલાકાત લઈ CM યોગી સાથે લંચ લીધુ
17 જાન્યુઆરીએ નેતન્યાહૂ પીએમ મોદી સાથે અમદાવાદ આવશે. અહીં બંને નેતા રોડ શો કરશે...

17 જાન્યુઆરીએ નેતન્યાહૂ પીએમ મોદી સાથે અમદાવાદ આવશે. અહીં બંને નેતા રોડ શો કરશે...

  • Share this:
ઈઝરાયલના પ્રધાનમંત્રી બેંઝામિન નેતન્યાહૂ આજે પોતાની પત્ની સારા સાથે આગરામાં તાજમહેલની મુલાકાત લેવા પહંચ્યા હતા, ત્યારબાદ તેમણે ઉત્તરપ્રદેશ મુખ્યપ્રધાન યોગી આદિનાથ સાથે લંચી મજા લીધી. જ્યાં સુધી ઈઝરાયલ પીએમ તાજમહેલ રોકાયા ત્યાં સુધી ત્યાં સુધી અન્ય કોઈ પર્યટકને તાજમહેલ જોવા માટે એન્ટ્રી આપવામાં આવી ન હતી. નેતન્યાહૂ અહીંથી નીકળ્યા બાદમાં અન્ય પર્યટકો માટે તાજમહેલ એન્ટ્રી ખુલ્લી મુકવામાં આવી છે.

નેતન્યાહૂ આગરામાં લગભગ 4 કલાક રોકાશે. તાજમહેલ જોયા બાદ તે થોડો સમય હોટલમાં આરામ કરશે. તેમના સ્વાગતમાં યૂપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે લંચનું આયોજન કર્યું છે. નેતન્યાહૂના આગરા પ્રવાસને લઈ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

જે રૂટ પરથી નેતન્યાહૂ આવશે અને જશે તે રસ્તા પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયેલો છે. સુરક્ષા માટે 27 પોલીસ સ્ટેશનના કર્મચારીઓ અહીં ગોઠવી દેવામાં આવ્યા છે.

દિલ્હીમાં કરશે રાયસીના સંવાદનું ઉદ્ધાટન
આગરા મુલાકાત બાદ બેંજામીન નેતન્યાહૂ મંગળવારે સાંજે દિલ્હી પાછા ફરશે. અહીં તે ભૂ-રાજનૈતિક સંમેલન 'રાયસીના સંવાદ'નું ઉદ્ધાટન કરશે. આ સંમેલનમાં 90 દેશના 150થી વધારે વક્તા અને 550થી વધારે પ્રતિનિધિ ભાગ લેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ પણ 3 દિવસ માટે આ કાર્યક્રમના ઉદ્ધાટનમાં હાજર રહેશે.બેંજમિન નેતન્યાહૂનો ભારત પ્રવાસનો આગળનો કાર્યક્રમ
- 17 જાન્યુઆરીએ નેતન્યાહૂ પીએમ મોદી સાથે અમદાવાદ આવશે. અહીં બંને નેતા રોડ શો કરશે.
- 18 જાન્યુઆરીએ નેતન્યાહૂ મુંબઈમાં ભારતીય બિઝનેસમેન સાથે મુલાકાત કરશે.
- 19 જાન્યુઆરીએ ઈજરાયલના પ્રધાનમંત્રી દિલ્હીથી પોતાના દેશ પાછા ફરશે.
First published: January 16, 2018, 11:06 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading