બરાક ઓબામા અને નેટફ્લિક્સ વચ્ચે થઇ ડીલ, પત્ની સાથે મળીને બનાવશે ફિલ્મ

News18 Gujarati
Updated: May 22, 2018, 3:36 PM IST
બરાક ઓબામા અને નેટફ્લિક્સ વચ્ચે થઇ ડીલ, પત્ની સાથે મળીને બનાવશે ફિલ્મ
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને તેમની પત્ની મિસેલ ઓબામા નેટફ્લિક્સ સાથે મળીને ટૂંક સમયમાં ફિલ્મ અને ટીવી શો પ્રોડ્યૂસ કરશે.

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને તેમની પત્ની મિસેલ ઓબામા નેટફ્લિક્સ સાથે મળીને ટૂંક સમયમાં ફિલ્મ અને ટીવી શો પ્રોડ્યૂસ કરશે.

  • Share this:
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને તેમની પત્ની મિસેલ ઓબામા નેટફ્લિક્સ સાથે મળીને ટૂંક સમયમાં ફિલ્મ અને ટીવી શો પ્રોડ્યૂસ કરશે. આ વિશે નેટફ્લિક્સ તરફથી નિવેદન આવ્યું છે કે, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ અને ફર્સ્ટ લેડીએ અમારી સાથે કરાર કર્યો છે. બરાક અને મિશેલ જે ફિલ્મ અને સિરિઝ પ્રોડ્યૂસ કરશે તેમાં સ્ક્રિપ્ટેડ, અનસ્ક્રિપ્ટેડ, ડોક્મૂમેનટ્રી અને ફિચર સિરિઝનો સમાવેશ થશે. જોકે, આ પ્રોગ્રામ વિશે અન્ય કોઇ જાણકારીની જાહેરાત કરવામાં આવી નથી.

મિશેલ ઓબામાએ કહ્યું હતું કે, બરાક અને હું હંમેશાથી સ્ટોરીટેલિંગની તાકત ઉપર વિશ્વાસ કરીએ છીએ. બરાક અને મિશેલે નેટફ્લિક્સ ઉપર પોતાની ફિલ્મ અને ટીવી શોને પ્રોડ્યૂસ કરવા માટે Higher Ground Productions બનાવ્યું છે. ઓબામાએ નેટફ્લિક્સની સાથે કરાર વિશે કહ્યું હતું કે, મિશેલ આને લઇને ખુબ જ ઉત્સાહી છે. અમને તેમની કહાનીઓને આખી દુનિયાને દેખાડવા માટે મદદ કરવા માંગીએ છીએ.

નેટફિલિક્સ દુનિયાની સૌથી મોટી ઓનલાઇન સ્ટ્રીમિંગ કંપની પૈકી એક છે. દુનિયાભરમાં આ કંપનીના 120 મિલિયનથી વધારે સબ્સક્રાઇબર છે.
First published: May 22, 2018, 3:36 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading